________________
[ 5 ]
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના ચરમકમળમાં અત્યંત ભક્તિભાવે અભિવંદન કરીને ભાવના ભાવીએ છીએ કે—મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી તેમાં કહેલાં ભાવોને સંપૂર્ણ રીતે હૃદયમાં ઉતારી, નિજ શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ તથા અનુભવ કરી, શાશ્વત પરમાનંદને પામો.
આ પ્રવચનગ્રંથના પ્રકાશન પ્રસંગે, “ગુજરાતી આત્મધર્મ” માટે “પરમાત્મપ્રકાશ” ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો લિપિબદ્ધ કરનાર સંપાદક તેમ જ લેસર ટાઈપ સેટીંગ કરી આપનાર અરિહંત કોમ્યુટરનો તથા પ્રવચનગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપનાર શ્રી ચંદ્રકાંત આર. મહેતાનો આભાર માનીએ છીએ.
અહીં “પરમાત્મપ્રકાશ”ના પ્રથમ અધિકાર સુધીના ૭૭ પ્રવચનોનો સંગ્રહ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. દ્વિતીય ભાગ તૈયાર થયેથી પ્રકાશિત કરવામાં આવશે. આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા મુમુક્ષુઓ નિજ-કલ્યાણ સાધે એવી ભાવના ભાવીએ
–પ્રસ્તુતકર્તા
છીએ.