________________
૪૫૪)
[ રમાત્મા
પ્રવચનો
કહ્યું છે માટે તું એવું જ જાણ! સ્વસંવેદન જ્ઞાનવડે આત્માને જાણ ત્યારે તે આત્માને જાણ્યો કહેવાશે, ત્યારે જ તને ધર્મ થશે.
અહીં કહે છે કે નિશ્ચયથી જુઓ તો મતિ, શ્રુત આદિ પાંચેય પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. પર્યાય અંશે ઉઘડેલી હોય કે પૂરી ઉઘડેલી (પ્રગટ થયેલી) હોય તેથી તેનું ક્ષેત્ર કાંઈ નાનું-મોટું થતું નથી. ભાવમાં અલ્પતા હોય કે વિકાસ હોય એ ભાવની અચિંત્યતા છે. ક્ષેત્રથી તો દરેક પર્યાય દ્રવ્યના પૂરા ભાગમાં જ વ્યાપે છે.
ભગવાન તીર્થંકર અને કેવળીએ કહેલું છે તે કહેવાય છે. પણ તે કદી સાંભળ્યું નથી તેથી નવું લાગે છે.
નિશ્ચયથી જ્ઞાનપર્યાય સ્વક્ષેત્રમાં જ વ્યાપે છે પણ વ્યવહારથી જેમ, આંખ બધે ફરી વળે છે એમ કહેવાય છે તેમ જ્ઞાન લોકાલોકને જાણતું હોવાથી સર્વવ્યાપક કહેવાય છે પણ જ્ઞાન આત્મદ્રવ્યમાંથી બહાર નીકળતું નથી. જેટલા લોકના પ્રદેશ છે એટલા જ જીવના પ્રદેશ છે, તેથી જીવને લોકપ્રમાણ કહેવાય પણ જીવ લોકપ્રમાણ થતો નથી. જીવ તો દેહપ્રમાણ પોતાના ક્ષેત્રમાં રહેલો છે. લોકપ્રમાણ થવાની જીવમાં યોગ્યતા છે પણ વર્તમાનમાં તો શરીપ્રમાણ ક્ષેત્રમાં જ વ્યાપેલો છે.
હવે મૂળ પ્રશ્ન તો એ છે કે આવો આત્મા જણાય કેવી રીતે ? કોને જણાય? કે જે પુરુષ એટલે કે આત્મા (૧) આહાર (૨) ભય (૩) મૈથુન અને (૪) પરિગ્રહ આ ચાર વાંછાઓ સ્વરૂપ સમસ્ત વિકલ્પોના તરંગને છોડીને પોતાના આત્માને જાણવા માંગે છે તે અનુભવ અર્થાત્ સ્વસંવેદન જ્ઞાનવડે આત્માને જાણી શકે છે. તે પુરુષ તે જ્ઞાનથી અભિન્ન હોવાથી તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા અને જ્ઞાનમાં ભેદ નથી, આત્મા જ જ્ઞાન છે.
અહીં સારાંશ એ છે કે નિશ્ચયનયથી પાંચ પ્રકારના જ્ઞાનથી અભિન્ન પોતાના આત્માને જે ધ્યાની જાણે છે તે આત્માને તું ઉપાદેય જાણ. ધ્યાની એટલે કે જે અંતરમાં એકાગ્ર થઈને આત્માને સ્વસંવેદન જ્ઞાનવડે જાણે છે તેને આત્મા જણાય છે. ધ્યાનમાં જ સ્વસંવેદનશાન હોય છે માટે ધ્યાનકાળે આત્મા જણાય છે એમ અહીં કહેવા માગે છે. એ આત્માને જ તું ઉપાદેય જાણ ! અંગીકાર કરવા લાયક માન.
પાંચ જ્ઞાનથી અભિન્ન એવા આત્માને સર્વ વિકલ્પોથી દૂર થઈ, અરાગી જ્ઞાન દ્વારા આ આત્મા....છે' એવો અનુભવ કર ! ધ્યાનમાં આત્માને ધ્યાવ! જેમ અનાદિથી શુભ અને અશુભ પરિણામમાં એકાગ્રતા કરી છે તે આસવનું ધ્યાન છે તેમાં તો મલિનતાનો અનુભવ થયો છે. હવે તારે નિર્મળ આત્મતત્ત્વનો અનુભવ કરવો હોય તો સર્વ વિકલ્પતરંગોને છોડીને સ્વસંવેદનજ્ઞાન વડે આત્માને ધ્યાવ! તો તને આનંદનો અનુભવ થશે શુભાશુભ વિકલ્પોનો આકુળ સ્વાદ તેમાં નહિ આવે.