________________
પ્રવચન-૬૮)
/ ૪૫૫
જે પુરુષ શુભાશુભ આસવના વિકલ્પને જ ધ્યાવે છે તેને આત્મા શું વસ્તુ છે અને તેનો અનુભવ કેવો છે તેની ખબર જ નથી. હવે તેને જો આત્માનો અનુભવ કરવો હોય તો આસવનું ધ્યાન છોડીને સંવર-નિર્જરા પ્રગટ કરે તો સ્વસંવેદનમાં આત્માનો અનુભવ થાય એટલે “આ આત્મા છે” એમ જણાશે.
વીતરાગ પરમેશ્વરની મૂળ વિદ્યા જે–સમ્યજ્ઞાન અને આત્મજ્ઞાન' તે આ કાળમાં લુપ્ત થઈ ગઈ છે. તેને કોઈ જાણતું નથી. બહારની ક્રિયા કરીને સંતોષ માને છે.
સર્વ વિકલ્પની વાંછાથી રહિત થઈને આત્મા તરફ ઢળ તો વાંછા રહિત નિર્વિકારી પર્યાય દ્વારા સ્વસંવેદનજ્ઞાનમાં આત્માને જાણ એટલે કે તેમાં એકાગ્ર થા. તો આત્મા કેવો છે તે જણાશે. આસવમાં એકાગ્રતાથી આસવને જાણતો હતો તેમ હવે આત્મામાં એકાગ્રતાથી આત્મા જણાશે. આસવને જાણતો અને રાગરૂપે પરિણમતો આત્મા “પરસમય' છે–મિથ્યાષ્ટિ છે અને એક જ સમયમાં સ્વને જાણતો અને સ્વરૂપે પરિણમતો આત્મા “સ્વસમય” છે એમ પ્રતીત કરવામાં આવે છે. શુદ્ધ ચિદાનંદઘનને જાણતો અને તેમાં એકાગ્ર થતો આત્મા સ્વસમય છે.
પોતાને જાણતો, પોતામાં રહ્યો તે સ્વસમય થયો અને રાગ-દ્વેષમાં રહ્યો તે પરસમય
થયો.
શ્રોતા બંનેમાં ધ્યાન તો છે પણ રીતમાં ફેર છે ને!
પૂજ્ય ગુરુદેવશ્રી :–રીતમાં નહિ, ધ્યેયમાં ફેર છે. પરસમયને રાગનું ધ્યાન છે એટલે રાગમાં એકાગ્રતા છે જ્યારે સ્વસમયને આત્માનું ધ્યાન છે અને આત્મામાં એકાગ્રતા છે. રાગમાં એકાગ્ર થાય છે તે મિથ્યાદૃષ્ટિ જીવ છે અને આત્મામાં એકાગ્ર થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. જે આત્મામાં એકાગ્ર થાય છે તે આત્મા જ ઉપાદેય છે.
આ જ વાત સિદ્ધાંતમાં દરેક જગ્યાએ કહી છે. સમયસારની ૨૦૪ ગાથા “સમિ”િ.માં આ જ કહ્યું છે—મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારના સમ્યજ્ઞાન એક આત્માના જ સ્વરૂપ છે. અહીં પર્યાય સહિતનું દ્રવ્ય લેવું છે એ અપેક્ષા બરાબર સમજવી. ધ્રુવદ્રવ્યની વાત અહીં નથી. નિશ્ચયથી તો ત્રિકાળી ધ્રુવદ્રવ્ય તે જ આત્માનું સ્વરૂપ છે પણ અહીં પ્રગટેલી નિર્મળ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય છે. અને તેમાં વિકાર નથી માટે તેને આત્માનું સ્વરૂપ કહ્યું છે.
વીતરાગ મારગને સમજ્યા વગર લોકો બીજે રસ્તે ચડી ગયા અને આ એકાંત છે. એકાંત છે એમ વિરોધ કરવા લાગ્યા. વિકલ્પથી પણ આત્માને લાભ થાય અને આત્મામાં એકાગ્રતાથી પણ આત્માને લાભ થાય તો અનેકાંત કહેવાય એમ માને છે પણ ભાઈ ! અનેકાંત તો એ છે કે શુદ્ધાત્માની દૃષ્ટિ, જ્ઞાન અને તેમાં સ્થિરતાથી આત્માને લાભ થાય. બીજાં કોઈથી લાભ ન થાય. આ સમ્યક અનેકાંત છે.