________________
૪૫૬ ]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો અરે ! અંતરની વસ્તુ એના ઘરમાં જ પડી છે પણ એ બહાર ગોતવા નીકળી પડ્યો છે.
રાગાદિ આત્માથી ભિન્ન છે કેમકે એ તો આસ્રવતત્ત્વ છે અને મતિ, શ્રુત આદિ તો આત્માથી અભિન્ન છે માટે તે આત્માથી બહાર ન હોય. ભગવાન આત્મા વિતરાગ વિજ્ઞાનઘન છે તેમાં એકાગ્ર થતાં જે મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાન થયા તે આત્માનું જ તત્ત્વ છે માટે આત્માથી અભેદ છે. જુદા પડતા નથી. જુદા જુદા જ્ઞાનની પર્યાય પણ એક સામાન્યજ્ઞાનને અભિનંદે છે–એકને ટેકો આપે છે. સ્વભાવમાં એકપણાને પામે છે. તેનું લક્ષ ભેદ ઉપર નથી.
આત્મા વિના આ પાંચ જ્ઞાન હોઈ શકતાં નથી. આત્માના ક્ષેત્રથી તે બહાર નથી. આ પાંચ જ્ઞાનની પર્યાય જેમાં પ્રગટે છે એવો આત્મા જ પરમ અર્થ–પદાર્થ છે. જેને પામીને આ જીવ નિર્વાણને પામે છે.
મતિ-શ્રુતજ્ઞાનના સમ્યપણાને પામીને આત્મા સમ્યકજ્ઞાન વડે જ મુક્તિને પામે છે. મતિ-શ્રુતજ્ઞાન દ્વારા આત્માને જાણીને, વેદીને એ જ્ઞાન દ્વારા જ આત્મા મુક્તિ પામે છે. વચ્ચે આવતાં કોઈ વિકલ્પ દ્વારા કે નિમિત્ત દ્વારા મુક્તિને પામતો નથી.
હવે ૧૦૬ ગાથામાં પરભાવનો નિષેધ કરે છે.
હે શિષ્ય! આત્માથી જે ભાવ જુદા છે તે જ્ઞાન નથી, તે આત્મા નથી. તે બધાં ભાવ જ્ઞાનથી રહિત જડરૂપ છે. એવા આ ધર્મ, અર્થ અને કામ ત્રણેય ભાવોને છોડીને તું નિશ્ચયથી આત્માને જાણ ! ધર્મ એટલે આત્માનો સ્વભાવ નહિ પણ મુનિપણામાં આવતો પંચમહાવ્રતાદિ ક્રિયાનો રાગ તે આત્મા નથી, જ્ઞાન નથી. સ્વસંવેદનશાન તે જ જ્ઞાન છે. મુનિપણામાં આચરણનો વિકલ્પ છે તે જ્ઞાન નથી, માટે તે આત્મા નથી. અર્થ એટલે સાંસારિક પ્રયોજનની સિદ્ધિ જેનાથી થાય છે તે ભાવ પણ આત્મા નથી અને કામ એટલે વિષય અભિલાષા તે પણ આત્માનો ભાવ નથી, જ્ઞાન નથી. માટે આ ધર્મ, અર્થ અને કામ ત્રણેય ભાવ આત્માના જ્ઞાનથી ભિન્ન હોવાથી આત્મા નથી. આ વાત આગળ વિશેષ કહેવાશે.