________________
૮૮ ]
[ પરમપ્રકાશ પ્રવચનો આવો મારગ કોઈ મહાન પુણ્યનો યોગ હોય તો સાંભળવા મળે અને એટલો ક્ષયોપશમ હોય તો સમજે. તેમાં આ સાંભળવા મળ્યું કે અમારા તરફના લક્ષથી તારું જ્ઞાન નહિ થાય. આવું જ્ઞાન થાય ત્યારે તેને ઉપકારનો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી.
* સર્વશની દિવ્યધ્વનિ, સંતોની વાણી, શાસ્ત્ર બધાં એક જ વાત કહે છે ભાઈ! તું તારી મહિમા ઘટાડીને ઓછી આંકીને તારી મહિમા કરવા માંગ એ ક્યાંથી થાય ! પરની મહિમાથી તારી મહિમા ક્યાંથી થાય? તારા સ્વભાવમાં જ્ઞાન આનંદ ભર્યો છે તેનું લક્ષ કર તો જ્ઞાન, આનંદ પ્રાપ્ત થાય. પરના લક્ષે જ્ઞાન, આનંદ ક્યાંથી થાય?
આત્માની તાકાત ઓછી માને તેણે આત્માને માન્યો જ નથી. સ્વભાવ તો જેવો છે તેવો જ છે પણ દૃષ્ટિ કરે ત્યારે અનુભવમાં આવે પણ લોકો અન્ય માર્ગે આત્મપ્રાપ્તિ માનીને વૃથા ક્લેશ કરે છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કરતાં કરતાં એકવાર બેડો પાર થઈ જશે એમ માનીને કર્યા કરે છે તેના દેહનો તો અભાવ થશે પણ વિકારનો અભાવ થઈને બેડો પાર નહિ થાય.
ચિતૂપમાં પરિણામ લગાઓ” આ દિવ્યધ્વનિનો સાર છે. યશ તિલકપુ–શાસ્ત્રમાં કહ્યું છે વીતરાગની વાણી અન્ય છે અને આત્મા અન્ય છે પાંડિત્ય અન્ય છે અને આત્મા અન્ય છે. અહો આત્મા તો રાગરહિત, નયપ્રમાણ રહિત નિર્વિકલ્પ તત્ત્વ છે. માત્ર આનંદસ્વરૂપ છે. તે તરફ લક્ષ લગાવવું અને જ્ઞાન કરવું તે મોક્ષનો ઉપાય છે. લોકો અન્ય માર્ગે લાગેલાં છે અને માર્ગ કોઈ જુદો છે. લોકો તો વ્યવહારના વિકલ્પમાં, ક્રિયાકાંડમાં, બહારના શાસ્ત્ર ભણતરમાં લાગી રહ્યાં છે પણ માર્ગ કોઈ જુદો છે.
શાસ્ત્રભણતર ઉપાદેય નથી પણ શાસ્ત્રમાં કહેલો અર્થ શુદ્ધાત્મા તે ઉપાદેય છે આ ૨૩મી ગાથાનો સારાંશ થયો.