________________
પ્રવચન-૪૬ )
[ ૨૯૩
ખરેખર તો ભગવાન આત્માના વસ્તુસ્વરૂપનો આશ્રય લઈને જે પર્યાય પ્રગટ થાય છે તે પણ ભેદરૂપ છે માટે વ્યવહાર છે, આમ મોક્ષમાર્ગ પણ વ્યવહાર છે. આ દ્રવ્ય અને પર્યાયની વાત છે. નિશ્ચય-વ્યવહારની વાત નથી. પર્યાય છે તે વ્યવહારનયનો વિષય છે અને દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. વ્યવહાર તે એક અંશુ છે, સિદ્ધદશા પણ અંશ છે, ત્રિકાળીસ્વરૂપ નથી. સંસાર અને મોક્ષ બંને દશા છે, સંસાર તે વિકારીદશા છે અને મોક્ષ તે પૂર્ણ નિર્વિકારીદશા છે, હાલત છે અને વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે તેના ઉપર થયેલી આ બે પ્રકારની પર્યાય છે.
અહો ! આવો ભગવાન આત્મા! કદી ઉત્પાદ્વ્યયમાં આવતો નથી–કદી પલટતો નથી સહજ સ્વભાવે રહેલો છે. ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયા છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ પ્રકારના દ્રવ્યો છે તે દરેકમાં એક સેકંડના અસંખ્યમા ભાગમાં ઉત્પાદુ, વ્યય, ધ્રુવ થાય છે. એટલે કે નવી અવસ્થા થાય, જૂની અવસ્થા જાય અને વસ્તુ ધ્રુવ ટકી રહે એવું વસ્તુનું સ્વરૂપ ભગવાને જોયું છે.
ભાઈ ! આ તો જૈનધર્મ એટલે વીતરાગમાર્ગ છે. પરમેશ્વરના ઘરનો-પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. પોતાના પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે.
વસ્તુ-આત્મા શુદ્ધ પારિણામિક પરમભાવ છે તેને ગ્રહણ કરવાવાળા શુદ્ધનિશ્ચયનયથી આત્મા બંધ અને મોક્ષને કરતો નથી. બંધ અને મોક્ષ તે અપરમભાવ છે, એક સમયની દશા છે, એક સમયની દશામાં જ બંધ એટલે કે મલિનતા છે અને તેના અભાવરૂપ નિર્મળતા તે પણ દશા છે. કેવળજ્ઞાન તે પણ નિર્મળદશા છે, ત્રિકાળી ચીજ નથી. કેવળજ્ઞાનમાં ત્રણકાળનું જાણવું થાય છે પણ કેવળજ્ઞાન પોતે એક સમયની દશા છે. બીજા સમયે બીજી અને ત્રીજા સમયે ત્રીજી એમ તે દશા પલટ્યા કરે છે.
હવે આવી વાત છે તે સાંભળીને ઘરે જાય તો ઘરના પૂછે કે શું સાંભળી આવ્યા? તેને શું કહે ! વાર્તા હોય તો તો કહી દેવાય દે કાંઈ વ્રત, તપ, ત્યાગની વાત હોય તો કહેવાય પણ આવી વાત કેમ કહેવાય ! અહીં તો કહે છે વસ્તુના સ્વરૂપમાં શું છે અને શું નથી તેની ખબર વગર તું ત્યાગ શેનો કરીશ? સ્વભાવના ભાન વગર ત્યાગ કરવા જાય છે તે પોતાનો જ ત્યાગ કરે છે, તેની દૃષ્ટિમાં સ્વભાવ આવતો નથી.
આ ગાથા તો મિથ્યા અભિપ્રાયને હલબલાવી નાખે તેવી છે.
ત્રિકાળ સત...સત્..સત્ વસ્તુમાં બંધ અને મુક્તિ નથી. સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ત્રિલોકીનાથ ભગવાન આમ ફરમાવતાં હતાં કે ત્રિકાળી વસ્તુમાં બંધ અને મુક્તિ નથી. મહાવીરાદિ ભગવંતો તો વર્તમાનમાં અરિહંતપદમાં નથી, એ તો સિદ્ધ થઈ ગયા પણ વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ વીશ તીર્થકરો અને લાખો કેવળીઓ