________________
૪૩૪ ]
[[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
સપા જાણતાં ન જણાય તેના ચાર બોલમાંથી આ બે બોલ થયાં. ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં બધું જાણી શકાય છે એમ કહે છે. દાખલો ભલે ઉત્કૃષ્ટ–મુનિ દશાવાળાનો આપે છે પણ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે એટલે અંશે વીતરાગ ચારિત્ર ચોથાવાળાને પણ થયું છે.
ત્રીજો બોલ–આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાતિજ્ઞાનથી આખા લોકાલોકને જાણે છે. માટે, આત્માનું જ્ઞાન થતાં બધું જાણવામાં આવી ગયું છે. ભાવશ્રુતજ્ઞાનવડે જેમ આત્માને જાણ્યો તેમ એ જ્ઞાનની વ્યાપ્તિ દ્વારા એટલે એ શ્રુતજ્ઞાનવડે પરોક્ષપણે આખો લોકાલોક જણાય જાય એવો એ જ્ઞાનનો સ્વભાવ છે. આત્માને જાણનાર ભાવશ્રુતજ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાથી બધું જણાય છે તેનો આ ત્રીજો બોલ થયો.
ચોથો બોલ_વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને જેમ દર્પણમાં ઘટ-પટ આદિ પદાર્થ ઝલકે છે તેમ જ્ઞાનરૂપી દર્પણમાં આખો લોક-અલોક ભાસે છે–જણાય છે. આમાં કેવળજ્ઞાન કેવી રીતે થાય એ વાત પણ આવી ગઈ. કોઈ પંચમહાવ્રતના પરિણામ કે ક્રિયાકાંડથી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી પણ વિતરાગી દૃષ્ટિ, જ્ઞાન, સ્થિરતાની શાંતિ દ્વારા અને તેમાં પણ નિર્વિકલ્પ સમાધિધ્યાનના બળથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં આત્માનું તો પૂરું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે સાથે લોકાલોકનું પણ પૂરું અને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. જેમ અરીસામાં સર્વ પદાર્થો ઝલકે છે તેમ કેવળજ્ઞાનરૂપી દર્પણમાં લોક–અલોક જેવા છે તેવા ભાસે છે. માટે, કહ્યું કે આત્માને જાણવાથી બધું જણાય છે.
આમ, ચાર બોલથી આત્માને જાણતાં સર્વ જણાય છે' એ સ્પષ્ટ કર્યું. તેમાં સારાંશ એ આવ્યો કે આ ચારેય વ્યાખ્યાનોનું રહસ્ય જાણીને, બાહ્ય-અત્યંતર બધો પરિગ્રહ છોડીને સર્વ પ્રકારે પોતાના શદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. ભાવના તો ઉત્કૃષ્ટ રાખીને પ્રયત્ન કરવો જોઈએ.
ચાર વ્યાખ્યાન થયાં તે સમજાયા?
/એક તો આ આત્માના શુદ્ધ ચિદાનંદસ્વરૂપને અંતરદષ્ટિ અને જ્ઞાનથી જાણતાં બધું જણાઈ જાય. માટે, એકને જાણતાં સર્વ જાણ્યું. બીજું, આત્માને નિર્વિકલ્પ આનંદના સ્વાદ દ્વારા જાણતાં, આ આનંદ તે આત્મા, બાકી રાગાદિ જે દુઃખરૂપ ભાવો અને શરીરાદિ તે હું નહિ. એમ, આત્માને જાણતાં તેનાથી ભિન્ન એવા સર્વ ભેદોને જાણી લે છે.
ત્રીજું, ભાવશ્રુતજ્ઞાન–વિકલ્પ વિનાની જ્ઞાનદેષ્ટિવડે જાણતાં, આત્મા જણાય તે જ્ઞાનમાં લોકાલોકને પણ જાણવાની તાકાત છે. લોકાલોકમાં આમ જ હોવું જોઈએ તેમ બરાબર જણાય છે.
ચોથું, નિર્વિકલ્પ દષ્ટિ, જ્ઞાન ને સ્થિરતા દ્વારા કેવળજ્ઞાન થતાં આત્મા અને લોકાલોક પ્રત્યક્ષ જણાય છે. માટે આત્માને જાણતાં સર્વ જણાય છે એ સિદ્ધ થયું. /