________________
૩૨૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આગળની ગાથામાં કહેશે કે શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, ક્ષય થઈ જાય તોપણ તું ભય ન કર. રોગાદિકાળે શરીરમાં-પૂંઠમાંથી લોહી ચાલ્યું જતું હોય તો જવા દે, તેને ન જો, એ તારું નથી, તારા અધિકારમાં નથી, તેમાં જે થતું હોય તે થવા દે. તું તને જો અને તારું ધ્યાન કર ! એવા અભિપ્રાયવાળી ગાથા હવે પછી કહેશે.
* *
કિ હે જીવ! તું જ તારું તીર્થ છો ત્યાં આરુઢ થા, બીજા તીર્થે ન જા!..ન જા ! વ્યવહાર નિષેધ્ય છે ને ! તેથી અહીં યોગીન્દ્રદેવ સ્પષ્ટ કરે છે કે સમેદશિખર આદિ તીર્થો છે તે પરતીર્થ છે, ત્યાં ન જા! તેના લક્ષે તને શુભરાગ થશે. તું તારા પરમ તીર્થસ્વરૂપ આત્મામાં આરૂઢ થા. તેનાથી તને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થશે. બીજા ગુરુની સેવા ન કર. તેના લક્ષે રાગ થશે. તું તારા પરમાર્થગુરુની સેવા કર તેનાથી તને આનંદની પ્રાપ્તિ થશે. દેવની સેવા ન કર, બીજા દેવ, અરિહંત, સિદ્ધનું ધ્યાન ન કર. ભાઈ ! તેના લક્ષ શુભ વિકલ્પ થશે ને પુણ્ય-બંધન થશે. તું તારા આત્મદેવનું ધ્યાન કરે જેથી તને આનંદના નાથનો ભેટો થશે. તું તારા પરમ દેવ–ગુરુ ને તીર્થની સમીપ જા. આમ કહીને રાગના કારણભૂત વ્યવહાર દેવ-ગુરુ-તીર્થનું લક્ષ છોડાવી આનંદના કારણભૂત પરમાર્થ દેવ-ગુરુ-તીર્થનું લક્ષ કરાવ્યું છે. ૩૪૮.
દિર દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી જ થાય છે. બીજા દ્રવ્યનું બિલકુલ કાર્ય નથી. ધજા સ્થિર હતી ને એકદમ હલવા માંડી તે પવન આવ્યો માટે હલવા માંડી એમ નથી. પાણી ઠંડું હતું તેમાંથી એકદમ ગરમ થયું તે અગ્નિ આવી માટે ગરમ થયું છે એમ નથી, ચોખા કઠણ હતા અને તેમાંથી પોચા થયા તે પાણી આવ્યું માટે થયા છે એમ નથી. બાહ્યદૃષ્ટિથી જોનાર અજ્ઞાનીને નિમિત્ત દેખીને ભ્રમ પડે છે કે પાણી ઠંડું હતું ને ગરમ થયું તે નિમિત્ત આવ્યું માટે થયું છે, પણ એમ નથી. ઘેર બેઠો હતો ત્યારે અશુભ પરિણામ હતા ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યો ત્યાં શુભ પરિણામ થયા, આમ એકદમ અશુભમાંથી શુભ પરિણામ થયા તે નિમિત્તથી થયા એમ છે જ નહિ, પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવથી અર્થાતુ પોતાથી જ થયા છે. એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય બિલકુલ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું કે સ્પર્શ કરતું જ નથી તો એક દ્રવ્યને બીજું દ્રવ્ય કરે શું? આહાહા ! આવી વસ્તુની સ્વતંત્રતા બેસી જાય તો એની દૃષ્ટિ બહારથી ખસીને અંદરમાં વળે.
– પૂજ્ય ગુરુદેવશ્રી
છે.