________________
પ્રવચ-૧૧ )
L[ ૩૨૭ માટે મારાથી મોટું કોઈ નથી'. બહારની ચીજથી કે પરિવારાદિથી પોતાની મોટાઈ માનવી એ મૂઢતા છે. પૈસાના ને ચીજોના ઢગલાં હોય તેથી શું! એ તો વિષ્ટાના ઢગલાં છે. આત્મા તો અમૃતનો ઢગલો છે.
શ્રોતા –તો આ મોહ કયાંથી ઘૂસી ગયો?
પૂજ્ય ગુરુદેવશ્રી –મોહ ક્યાંય બહારથી ઘૂસ્યો નથી. પોતે ઉત્પન્ન કર્યો છે. વેદાંતની જેમ છે જ નહિ એમ નથી. મોહ તો છે. પણ સ્વરૂપમાં નથી. અજ્ઞાનથી મફતનો મોહ પોતે ઊભો કર્યો છે. હવે જ્ઞાનને અંતરમાં વાળીને શુદ્ધતાનો—શાયકનો આદર કર તો મોહ સ્વયં ટળી જશે.
તું તારા જ્ઞાન અને શ્રદ્ધાને આત્મસન્મુખ કરીને આત્માને જ્ઞાન અને શ્રદ્ધામાં લઈ લે. ઘણાં એમેં પ્રશ્ન કરે કે આત્માની મહિમા કેમ આવે !...ભાઈ ! આત્માની મહિમા કરે તો આવે. મહિમા કરે નહિ તો ક્યાંથી આવે ! પરની મહિમા આડે તું આખો ખોવાઈ ગયો છો. તારી દૃષ્ટિના ગજ-માપ જ બધાં ઊંધાં છે–ફલાણાને દીકરા મોટા પાંચ છે, રળાઉં છે અને પોતાનું શરીર પણ સારું છે અને મારું શરીર સારું નહિ અને છોકરા નાના છે માટે હું દુઃખી છું ભાઈ ! એ બધી તારી માત્ર કલ્પના છે. સંયોગથી સુખ કે દુઃખ કાંઈ થતું નથી.
પોતાની પહેલાંનો નોકર હતો તે અત્યારે કરોડપતિ થઈ ગયો હોય તો એને જોઈને પણ આને પેટમાં બળે. ભાઈ ! એ કરોડપતિ નથી. એ તો માત્ર તેની મમતા કરે છે. ધન
ક્યાં જીવનું હતુંતું એને ધનવાળો તો નહિ પણ મમતાવાળો પણ ન જો. તારો આત્મા કે અન્યનો આત્મા મમતાવાળો હોય જ નહિ. કેમકે સ્વભાવથી જુઓ તો આત્મામાં મમતા ન હોય. બીજાને મમતાવાળો જુએ છે કે સંયોગથી એનું માપ કાઢે છે તે માણસ પોતાને પણ સંયોગદષ્ટિથી જ જોશે.
બીજાને મારા....મારા....માને છે તે પોતાના ભગવાનને ખોઈ બેસે છે. મુમતામાં આત્મા પોતે જ ખોવાઈ જાય છે. જે મમતામાં ખોવાયા છે તેને તું મોટા કેમ માને છો! મોટા તો એ છે કે જે ગુણોમાં વધે છે. જેની શુદ્ધતા વધી છે તે મોટા છે. જેના ગુણની પર્યાયમાં શુદ્ધતા વધી છે તે મોટા છે અને જેની શુદ્ધતા ઓછી છે તે નાના છે. બંહોરના કારણે નાના-મોટાપણું નથી.
તને નજરે આત્મા દેખાતો નથી પણ ખ્યાલમાં તો આવે કે નહિ ! આંખ બંધ કરો તો અંધારું દેખાય છે તે શેમાં દેખાય છે ! તે જેમાં જણાય છે તેને જો. જોનારને જો ને
પાંચ ઇન્દ્રિયના વિષયો અને સમસ્ત વિકલ્પજાળને છોડીને પરમ-સમાધિમાં સ્થિર થઈ નિજ આત્માનું ધ્યાન કર ! ધ્યાન કર ! ભગવાન આત્મા તરફનું વલણ કરીને તેને ધ્યાવ. એ આ ગાથાનું તાત્પર્ય છે.