________________
કર૬ ]
/ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો રોગમાં સડતા જોઈને તું શું કામ મુંજાય છે! જુવાની આવતાં મૂછ ફૂટે ત્યાં તું શું હરખાય છે! જીવને મૂછ કે વાળ ન હોય ભાઈ! કોઈને જન્મથી વાળ ન હોય તો એમ થાય કે અરે ! મારે વાળ નહિ! મારી શોભા શું! મારાં અવયવ આવાં ને બીજાના અવયવ સારાં... અરે! પણ તારે કે બીજા જીવને અવયવ જ ન હોય, જીવને શરીર જ ન હોય, તો અંગો ક્યાંથી તારા થાય ! મૂઢ શરીરના રંગમાં રંગાઈને ભાન ભૂલી ગયો છે.
ભગવાન આત્મા અજર, અમર, અરોગી, બાહ્ય અંગ વિનાનો અરૂપી આનંદમૂર્તિ અતીન્દ્રિય આતમરામ છે. પરમબ્રહ્મ પરમાત્મા છે. આત્મા અતીન્દ્રિય આનંદની ખાણ છે. માટે ખોટો અભ્યાસ હવે છોડી દે
આ જાણીતા માણસોમાં હું ગરીબ દેખાઉં, કે રોગી દેખાઉં, કે લાકડીવાળો કે કુરૂપ દેખાઉં તેની મને શરમ લાગે છે એની કરતાં અજાણ્યામાં જાઉં તો શરમ જ નહિ એવા વિચાર કરે. પણ પરમાં તારી એકતાબુદ્ધિ તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે લઈને જા છો માટે દુઃખ તો ઊભું જ રહેશે. માટે ખોટી માન્યતા છોડીને તારી જાતને જાણી લેવું તો જ્ઞાન ને આનંદ મૂર્તિ આત્મા છું એમ જાણ ! મેં ભૂલથી સંયોગની હીનાધિકતાએ મારી હીનતા ને અધિકતા માની હતી એમ સમજ
/જ્ઞાન એ જ તારું શરીર છે. અરૂપી જ્ઞાનઘન આત્મા તે તું છો. માટે નિમિત્ત-નૈમિત્તિક સંબંધે શરીરને અને જરા-મરણાદિને જીવના કહેવાતાં હોવા છતાં ખરેખર શુદ્ધનિશ્ચયનયથી તે મારા નથી એમ જાણીને સર્વ ભય છોડ, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તેને જીવના કહેવાય છે પણ તે જીવના સ્વરૂપમાં નથી,
| મુનિરાજના શરીરને શિયાળ ખાતાં હોય એ જાણીને મુનિની ધારા ઉલટી અંતરમાં વધી જતાં કેવળજ્ઞાન થઈ જાય તો શરીર પણ જેવું હોય તેવું થઈ જાય છે. ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં સરખો જામે છે ત્યાં શરીર શરીરના કારણે સરખું થઈ જાય છે. મુનિ તેને કાંઈ કરતાં નથી.
અહીં તો આત્મા કેવો છે તેને જાણવાની વાત છે, પરમાત્મપ્રકાશ કહે છે કે તારા પરમસ્વરૂપમાં જે હોય તે બધું તારે છેએ સિવાય જેને તે તારું માન્યું છે તે કાંઈ તારું નથી. માટે પરમાં મારાપણાની ભ્રમણા છોડી દે.
- ઘરમાં ઘણા માણસ હોય ને બધાં મરી જતાં એકલો રહી જાય તો શું એ મરી જતો હશે ! એ શરીર પણ એનું નથી તો બીજા તો ક્યાં એના હતા? મફતનો મૂરખ થઈને ગાંડાઈ ઊભી કરે છે કે મારી સ્ત્રી આમ મરી ગઈ ને દીકરાને આમ થઈ ગયું.વગેરે..પણ તારાએ હતાં જ નહિ તેથી તો ચાલ્યા ગયાં.
તું તારા ચિત્તમાં એમ સમજ કે “હું જ સર્વોત્કૃષ્ટ ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ છું, મારા,