________________
7
-
પ્રવચન-૧ ) વિશ્વાસ નથી આવતો કેમ કે, પોતે કોણ છે, કેવડો છે, શું પોતાની શક્તિ છે તેનો વિચાર કરીને, મનન કરીને એણે નિર્ણય કર્યો નથીધ્વવ્યની સત્તામાં હોવાપણામાં અનંતજ્ઞાનની અને અનંત આનંદની પંજી છેઅનંત વીર્યની શક્તિનું સત્ત્વ અનંત પ્રભુત્વ, સ્વચ્છતા આદિ અનંત ગુણમય અસ્તિત્વ તે હું છું. એવો ગુણમય હું છું એવી દૃષ્ટિ થાય તેનો આત્મા ઉપાદેયપણે વર્તે છે.
આ ૭૦ ગાથા થઈ. હવે ૭૧મી ગાથામાં કહે છે કે, જરા, મરણ આદિને જોઈને તું ડર નહિ. શરીરમાં રોગ આવે, વૃદ્ધાવસ્થા આવે, આંખ ફૂટી જાય, પગ દુખે એનાથી તું ડરી ન જા. કેમ કે એ કાંઈ તારામાં નથી. એ બધું શરીરમાં થાય છે. શરીર તો અન્ય દ્રવ્ય છે. તેમાં ફેરફાર થતાં તું શા માટે દુઃખી થાય છે !
ગાથાર્થ –હે આત્મારામ ! તું દેહના જરા-મરણ જોઈને ડર ન કર ! તું તો અજર-અમર છો. જરા વિનાનો અજર છો અને મરણ વિનાનો તું અમર ભગવાન છો. માટે તું જરા-મરણથી ડર નહિ. ત્રણકાળમાં તને જરા કે મરણ નથી. ૭૧.
અહીં ડરવાની અપેક્ષાએ વાત લીધી છે એટલે જરા-મરણાદિથી ડર નહિ એમ કહ્યું છે અને જો રાગ ન કરવાનું કહેવું હોય તો જુવાની, નીરોગતા આદિ જોઈને હરખ ન કર ! ન કર ! એમ કહેવાય. બળદ જેવા પુષ્ટ યુવાન શરીરને જોઈને પ્રેમ ન કર ! એ જુવાની તારામાં નથી. જરા અવસ્થા આવે ત્યારે તેને જોઈને ડર ન કર ! એ અવસ્થા તને અડતી પણ નથી. તું વૃદ્ધ નથી થઈ ગયો. તું તો જરા-વૃદ્ધાવસ્થા વિનાનો અજર, અને અમર છો. માટે તેનાથી ડર નહિ ડર નહિ.ત્રણકાળમાં ક્યારેય તને જરા-મરણ આવવાના નથી માટે ડર નહિ પ્રભુ !
અહો ! ૨૫ વર્ષના રાજકુમારો જે સમક્તિી છે તે હજારો રાણીની વચમાં પણ જાણે છે કે આ જુવાની અમારી નથી, આ સ્ત્રીઓ અમારી નથી, આ વિકલ્પ ઉઠે છે તે અમારો નથી અમે તો જ્ઞાનાનંદથી ભરેલા ભગવાન છીએ. અમારા સ્વરૂપમાં આ જુવાની કે રાગાદિની ગંધમાત્ર પણ નથી અને જુવાની, સ્ત્રી, રાગ આદિમાં અમે નથી. રાજકુમારો જાણે છે કે અમે છીએ ત્યાં આ જુવાની, સ્ત્રી, ધનાદિ નથી અને એ છે ત્યાં અમે નથી.
જુવાનીથી જીવને ઓળખવો તે મૂઢતા છે. જુવાની પણ જીવને નહિ અને જરા-મરણ પણ જીવને ન હોય. એ....આ માણસ મરી ગયો...એમ બોલાય પણ જીવ મરી ન જાય ભાઈ! જીવ તો અમર છે. શુદ્ધનિશ્ચયનયથી જીવને જરા-મરણાદિ નથી, દેહને જરા-મરણાદિ છે માટે તું ભય ન કર ! તું તો એમ સમજ કે જેવા જરા-મરણરહિત અખંડ પરબ્રહ્મ છે એવો જ હું છું. હું તો પરમાનંદની મૂર્તિ સ્વરૂપ છું.
ભાઈ ! તું તો પ્રભુ છો ને! વૃદ્ધાવસ્થાને દેખીને તારી પ્રભુતા કેમ ડગે ! શરીરને