________________
૩૨૪ )
[ રમાત્મપ્રકાશ પ્રવચનો જીવ પોતાની હયાતીમાં જણાતાં પરદ્રવ્યોને સ્વીકારે છે કે “આ છે' પણ હું છું એમ જોતો નથી. જેની અસ્તિમાં સત્તામાં–હોવાપણામાં–જેના ઘરમાં બધું જણાય છે તે બધાનો સ્વીકાર કરે છે પણ આ જાણનાર તે હું છું એમ પ્રતીત થતી નથી. જેમ બધું જણાય છે એવી પર્યાય એ આત્માનું ઘર છે તેમાં પોતે રહેલો છે પણ “આ હું છું એમ તૈને પ્રતીત થતી નથી. જ્યારે શરીર, મન, રોગાદિમાં હુંપણાની પ્રીતિને છોડીને જાણનારમાં પ્રીતિ જોડે ત્યારે તે જીવને નિર્મળ શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાના પરિણમનમાં આત્મા ઉપાદેય થયો કહેવાય. એ પહેલાં તો પુણ્ય-પાપના પરિણામમાં ઉપાદેય થયો કહેવાય. એ પહેલાં ત પુણ્ય-પાપના પરિણામમાં ઉપાદેય બુદ્ધિ હતી, શરીરમાં હુંપણું હતું, સંયોગમાં રુચિ હતી તે બધી મિથ્થાબુદ્ધિ હતી.
શ્રોતા આ નક્કી કરવામાં વિલંબ કેમ થાય છે?
પૂજ્ય ગુરુદેવશ્રી –પોતાને દરકાર નથી માટે વિલંબ થાય છે. બહારની દરકાર કેટલી છે કે, મારું શરીર આવું....મારી આંખો આવી.. મારો અવાજ આવો..મારા દાંત બહુ પાકાજે એક ક્ષણ પણ જીવના નથી, અંશમાત્ર જીવના નથી તેની કેટલી દરકાર છે ! શરીરના અંગે અંગમાં એવું મારાપણું બેસી ગયું છે કે તેમાંથી ગુંલાંટ મારીને જીવમાં હુંપણું કરવામાં મહા પુરુષાર્થ જોઈએ છે. શરીરમાં તો જાણે એ રંગાઈ ગયો છે. મારી આંખ સારી, મારી આંખ ખરાબ થઈ ગઈ, મારી ચામડીમાં કરચલી પડી ગઈ. મને ગુમડાં થયાં. મને રૂજ આવી, મને આમ થાય છે એમાં ક્યાંય એને જરાય ગોખવું પડતું નથી. ઘેટાંઈ ગયું છે. તેમ એમાં જેમ દેઢતા કરીને પડ્યો છે એમ મારે તો જ્ઞાન છે, મારામાં તો આનંદ છે, હું તો અરૂપી મહાન ચૈતન્ય પદાર્થ છું, બધા પદાર્થનો વિવેક કરવાની શક્તિ તો મારામાં છે, જડમાં એ તાકાત નથી. એમ મહિમા પૂર્વક ગુલાંટ ખાઈને સ્વમાં સ્વબુદ્ધિ થઈ જાય તો એનું કામ થઈ જાય.
ભાઈ ! તું જ્યાં નથી ત્યાં તેં તારા પુરુષાર્થને દઢ કર્યો છે તે પુરુષાર્થની ગતિ હવે ફેરવ ! રોગમાં, પુણ્યમાં, પાપમાં, શરીરમાં પાકો રંગ ચડી ગયો છે તેને હવે ઉખાડ ! જે કોળે ઉખેડીશ એ જ કાળે તને આત્મા ઉપાદેય થઈ જશે એમ અહીં કહેવું છે. નિજ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા થતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે, તે વખતે રમણતા થતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે, તે વખતે તેને એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ જાણો.
મુમુક્ષુ:સાહેબ ! તેને માટે બળ આપો ને !
પૂજ્ય ગુરુદેવશ્રી : બીજાનું બળ તમને અડે નહિ એવું તમારું સ્વરૂપ છે. બીજાના બળની તમારે જરૂર નથી તમે પોતે અનંત વીર્યના ધણી છો. પણ જીવને પોતાની શક્તિનો