________________
પ્રવચન-૨૧ )
[ ૩૨૩ જીવના કહેવાય છે. પર્યાયમાં જીવને તે બધા સાથે સંબંધ છે પરંતુ વાસ્તવિક ચૈતન્યની દૈષ્ટિથી જોતાં જીવમાં જન્મ, મરણ, લિંગ, રોગ, વર્ણાદિ કાંઈ નથી. એ બધાં દેહના ધર્મો છે. દેહમયી ભાવો છે. તેની અસ્તિ છે. રોગ, લિંગાદિ કાંઈ છે જ નહિ એમ નથી. “બ્રહ્મ સતુ અને જગત મિથ્યા' એમ નથી. જીવ છે. રાગ-દ્વેષ-મોહ છે, તેનાથી ઉપજેલા કર્મો છે અને કર્મોથી મળેલાં દેહ, જન્મ, મરણ, રોગાદિ બધું છે.
અહીં તો એ કહેવું છે કે જીવની સત્તામાં તો જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો અને તેની નિર્વિકારી અવસ્થા છે. જીવની સન્મુખ થતાં નિર્મળ પરિણામ થાય છે અને તેનાથી વિમુખ થતાં આસવ અને બંધના વિકારી ભાવ થાય છે. તેનાથી કર્મો બંધાય છે. પુણ્ય-પાપરૂપ વિકારીભાવ પણ અજીવ સ્વભાવ છે, ચૈતન્ય ભગવાનનો એ સ્વભાવ નથી માટે તેને જડના ભાવો ગણવામાં આવ્યા છે. એ જડભાવોથી કર્મો બંધાય છે અને તેના ફળમાં દેહ અને જન્મ, જરા, રોગ, લિંગાદિ મળે છે તે મારા છે એમ માનીને જીવ મૂઢભાવે પ્રવર્તે છે.
- જ્યારે તો આનંદકંદ જ્ઞાયક છું” એવી અંતરદૃષ્ટિ થતાં હું રાગ-દ્વેષરૂપ, દેહ, વાણી, મનરૂપ છું એવી પ્રીતિ ઉઠી જાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપમાં પ્રીતિ થઈ જાય છે
જ્યારે તે જીવને રાગરહિત શ્રદ્ધા, રાગરહિત જ્ઞાન અને રાગ રહિત સ્થિરતામાં સર્વ પ્રકાર કે ઉપાદેયરૂપ એક શુદ્ધાત્મા જ રહે છે. સંસ્કૃતમાં ય....તદ્દ શબ્દ છે ને ! જ્યારે આ જીવ પુણ્ય-પાપભાવની રુચિ છોડી, શરીરે, વાણી, મન આદિમાં હુંપણાની પ્રીતિ છોડી, ભગવાન આત્માની પ્રીતિમાં આવે ત્યારે તે વીતરાગ સદાનંદ રૂપ નિજભાવરૂપે પરિણમે છે, નિર્વિકારપણે પરિણમે છે ત્યારે તેને આ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ જણાય છે.
જે પરિણામમાં “આ શુદ્ધાત્મા તે હું એમ થયું તે પરિણામને વીતરાગી પરમાનંદરૂપ પરિણમન કહેવાય છે. આ શરીર, વાણી, મન, વિકલ્પ રોગાદિ મારા છે એવી માન્યતા હતી તે તો દુઃખરૂપ હતી એ ભાવ તો મિથ્યા હતો. એ વિમુખભાવને છોડી સ્વભાવ-સન્મુખ પરિણામ થાય છે કે, “આ હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું' એવી શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં સ્થિરતા થાય છે તે નિજભાવ છે. તે નિજભાવના કાળમાં આ આત્મા ઉપાદેય થઈ જાય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનરૂપ અને અતીન્દ્રિય આનંદરૂપ છે તેની સન્મુખ પરિણામ થાય છે ત્યારે આ આત્મા જ ઉપાદેય છે એવી દૃષ્ટિ થાય, એ વિના તો પુણ્ય-પાપના ભાવ આદરણીય છે એવી માન્યતા તો મિથ્યાત્વ ભાવરૂપ છે. જેમ શરીરના રજકણ એક વસ્તુ છે તેમ આત્મા પણ એક વસ્તુ છે. અરૂપી છે માટે વસ્તુ નથી એમ નથી. અરે ! પરમાણુ તો એકપ્રદેશી વસ્તુ છે અને આત્મા તો અસંખ્યપ્રદેશી વસ્તુ છે. પરમાણુ રૂપી વસ્તુ છે તેમ આત્મા અરૂપી વસ્તુ છે અને તેમાં જ્ઞાન, આનંદ આદિ અનંતા ગુણો છે પણ આ અજ્ઞાન તો જુઓ ! પોતે જ જ્ઞાનથી જાણે છે કે આ શરીર આદિ વસ્તુ છે પણ જાણનારો પોતે પોતાને સ્વીકારતો નથી.