________________
શરીરની મમતામાં પોતાના પરમાત્માને ખોઈ બેઠો છે
(સળંગ પ્રવચન નં. ૫૧)
देहस्य उद्भवः जरामरणं देहस्य वर्णः विचित्रः । देहस्य रोगान् विजानीहि त्वं देहस्य लिङ्गं विचित्रम् ॥७०॥
देहस्य दृष्ट्वा जरामरणं मा भयं जीव कार्षीः ।
यः अजरामरः ब्रह्मा परः तं आत्मानं मन्यस्य ॥ ७१ ॥
શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૭૦મી ગાથા છે.
ભગવાન આત્મા તો શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તો આ બ્રાહ્મણ, ક્ષત્રિયાદિ ચાર વર્ણ, ત્રણ લિંગ, રોગાદિ બધું કોને છે ? યોગીન્દ્રદેવ કહે છે કે આ ચાર પ્રકારના વર્ણ, લિંગ, રોગાદિ બધું શરી૨ને છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના વર્ણો દેહના સંયોગથી થયા છે. ખરેખર આત્માને એવા કોઈ વર્ણ નથી. વાત, પિત્ત, કફ આદિ અનેક પ્રકારના રોગો પણ દેહમાં છે. આત્માને કોઈ રોગ નથી. આત્મામાં એટલે મારામાં રોગ છે એમ માનવું એ ભ્રમણા છે, મિથ્યાત્વ છે, દેહના રોગને મારા માનવા એ વિપરીત દૃષ્ટિ અથવા પાપદૃષ્ટિ છે.
રોગાદિ તો જડની અવસ્થા છે. તેને જીવની અવસ્થા માનવી એ વિપરીત દૃષ્ટિ છે. વળી પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગરૂપ ચિહ્નો પણ દેહમાં છે છતાં આત્મા પોતાને સ્રી, પુરુષ કે નપુંસકલિંગવાળો માને છે તે તેની મિથ્યા દૃષ્ટિ છે તેને આત્મા શું ચીજ છે એ ખબર જ નથી.
યતિનું લિંગ જે વસ્ત્રરહિત નગ્નદશા તે પણ દેહની દશા છે, જીવની દશા નથી. દ્રવ્યમન એ પણ જડ રજકણનું બનેલું છે તેને જીવ મારું માને છે એ તેની વિપરીત માન્યતા છે.
$
ભાવાર્થ :—શુદ્ધાત્માનું સાચું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણરૂપ અભેદ રત્નત્રય તે નિશ્ચય રત્નત્રય અથવા મોક્ષનો માર્ગ છે. આનંદકંદ નિજ શુદ્ધાત્માની સન્મુખના આ પરિણામથી વિપરીત–શુદ્ધાત્માથી વિમુખ જે રાગ-દ્વેષ-મોહરૂપ પરિણામ થાય છે તેનાથી કર્મો બંધાય છે. શુદ્ધાત્માની સન્મુખના પરિણામથી તો કર્મ ન બંધાય, તેનાથી તો મુક્તિ થાય પણ શુદ્ધાત્માથી વિમુખ એવા શુભ-અશુભભાવથી કર્મ ઉપજે છે અને એ કર્મોથી જીવના સંયોગમાં રહેલા શરીરમાં વર્ણ, રોગ, લિંગાદિ ઉપજે છે તેથી વ્યવહારનયથી તો તે બધાંને