________________
પ્રવચન-૨૦]
[ ૩૨૧ લાયક છે. શુદ્ધ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ મહાપ્રભુ જ શ્રદ્ધામાં આદરવા લાયક છે. બાકી બધું હેય અથવા ત્યાજ્ય છે. એ આ ગાથાનું તાત્પર્ય છે.
હવે ૭૦મી ગાથામાં કહે છે કે, આ જન્મ, જરા, મરણ, સંજ્ઞાદિ બધું દેહનું છે–દેહની સ્થિતિ છે, તારી સ્થિતિ નથી. નવું શરીર ધરવું, જૂનું શરીર છોડવું, જડના જુદા આકારો થવા, વૃદ્ધાવસ્થા આવવી એ બધું મિથ્યાત્વનું જ ફળ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ પણ દેહની સંજ્ઞા છે. આત્મા બ્રાહ્મણ નથી, આત્મા ક્ષત્રિય નથી, આત્મા વાણિયો નથી. આત્મા તો ભગવાન આત્મા છે. આત્મા હરિજન કે ચંડાળ નથી. ભગવાન આત્મા તો પરિપૂર્ણ જ્ઞાનાનંદ છે તેને તું જો, જાણ અને અનુભવ એ તાત્પર્ય છે.
(0 પ્રભુ! એક સમયની પર્યાયથી પણ ઉદાસ થઈને તારા ત્રિકાળી આનંદકંદ શાયકને
પકડ. ભાવેન્દ્રિય ક્ષયોપથમિક જ્ઞાન–તો ખડખંડરૂપ જ્ઞાનપર્યાય છે અને આત્મા તો પૂર્ણ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ સ્વરૂપ પરમ પદાર્થ છે તે ભાવેન્દ્રિયના લક્ષથી પણ પકડમાં આવતો નથી; પકડનારી પર્યાય પોતે લાયોપશમિક ભાવે છે, પણ તેના લક્ષે પ્રભુ આત્મા પકડવામાં આવતો નથી. વસ્તુ પોતે પોતાની લાયોપથમિક જ્ઞાનની પર્યાય વડે પોતાના લાયકસ્વભાવનો આશ્રય કરે તો દ્રવ્ય પકડમાં આવે. અહા ! આવો મારગ છે પરમાત્માનો. મહાવિદેહમાં ભગવાન પાસે તો આ ધોખમાર્ગ ચાલે છે. સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી કે ઘણા માણસો માને તો જ સત્ય કહેવાય. ચીજ જે રીતે સત્ય છે તેને તે રીતે માને તો સત્ય કહેવાય છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી