________________
૩૨૦
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે. રાગ છે તે આત્મા નથી. જેમાં તારી શોભા નથી એમાં શોભા માને તો માનવામાં તું સ્વતંત્ર છો પણ એનાથી તારી શોભા નથી. તારી જ્ઞાયકમૂર્તિની શ્રદ્ધા લાવ તેમાં તારી શોભા છે. રાગમાં શોભા માનવી એ તો અશોભા છે.
- જ! સમાચારમાં મારું નામ આવ્યું છે–એમ નામથી પોતાની મોટાઈ કરે છે પણ એ નામમાં તું આવી ગયો છો ! સમાચારના કે પુસ્તકના પાનામાં તું આવી ગયો છો ? નામથી જીવની મોટાઈ નથી પણ શ્રીમદ્જીએ કહ્યું તેમ જીવના અપલક્ષણનો પણ પાર નથી. ગુણોથી પરિપૂર્ણ હોવા છતાં તેના અજ્ઞાનથી જીવના અપલક્ષણનો પણ પાર નથી. એમ કહીને તારા અવગુણ નથી ગાતાં પણ તને અપલક્ષણથી છોડાવી ઊંચો લાવવા માંગે છે.
આત્મા આહાર વિનાનો તો છે પણ આહાર લેવાની વૃત્તિ અને તે સંબંધીના ઉઘાડથી પણ ભગવાન ભિન્ન છે. પણ તેને ભિન્ન નહિ જાણતો અજ્ઞાની તેમાંથી પણ અભિમાન કરે છે કે, “અમને તો પથ્થર પણ પચી જાય છે ને તમને દૂધ પણ પચતું નથી. પણ હું કોણ છો એ તો વિચાર કર ! પાચન તો શરીરમાં થાય છે, તેનાથી આત્મવસ્તુ ભિન્ન છે. આહારસંજ્ઞા, આહાર લેવો, આહાર પચવો એ બધું શરીરના સંબંધમાં છે, આત્માને એ કાંઈ નથી.
ભાઈ ! તું કેવળજ્ઞાનાદિ અનંતગુણનો પિંડ છો તેને જાણવામાં તારી શોભા છે, બાકી શરીરના ને ખાવા-પીવાના મલાવામાં તારી શોભા નથી. તું બીજાના ગજ માપવાજાય છે પણ તારા ગજ તો માપ ! તારી સંભાળ લે, બીજી માથાકૂટ છોડી દે. ભગવાન આત્મા ભયસંજ્ઞાથી પણ રહિત છે અને મૈથુનસંજ્ઞા પણ જીવને નથી. આત્મા તો વિકારરહિત છે, વાસનાથી પાર છે. વાસ્તવિક આત્માને આત્મા જાણ તો તને ધર્મ થઈને મુક્તિ થશે. એ સિવાય બીજાને આત્મા માનીશ તો તને અધર્મ થઈને સંસાર ફળશે.
પાંચ-પચીશ કરોડની ધૂળનો પરિગ્રહ આત્માને નથી. આત્માને પરિગ્રહ તો નથી પણ માન્યતામાં આ પરિગ્રહ મારો છે એવી બુદ્ધિ છે તે પણ આત્મામાં નથી. પરિગ્રહસિંજ્ઞા પણ વિકાર છે તેનાથી આત્મા રહિત છે. પણ આત્માના ભાનરહિત અજ્ઞાનીને અભિમાન પણ કેટલાં હોય છે ! તમે નમાલા છો, તમારું કામ નહિ, અમે દુકાને બેઠા હોઈએ તો આખી દુકાનની લગામ અમારા હાથમાં હોય....ભડનો દીકરો આવા તો અભિમાન સેવે છે.
પ્રભુતું કોણ અને આ ભૂતડા તને ક્યાંથી વળગ્યા? તારી વસ્તુને તો ભૂત વળગી શકે તેમ જ નથી પણ આ પર્યાયને ભૂત ક્યાંથી વળગ્યા? તું તો અખંડાનંદ પ્રભુ શુદ્ધ જ્ઞાનનો ગોળો-મોટો સૂર્ય છે. તેમાં વિકાર નથી. એ જ તારે ઉપાદેય છે. અંદરમાં દૃષ્ટિ કરવા લાયક, જ્ઞાનમાં જોય કરવા લાયક, અંતરમાં સ્થિરતા કરવા લાયક એક અનંતસુખનું ધામ એવો શુદ્ધજીવ જ ઉપાદેય છે. બાકી જેનાથી જન્મ, જરા, મરણાદિ થાય છે તે બધા દોષો ત્યાજ્ય છે, દૃષ્ટિમાંથી છોડવા લાયક છે. દષ્ટિમાં તો એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ આદરવા