________________
પ્રવચન-૪૪ )
/ ર૭૫
માટે તે જીવના સ્વભાવથી થયેલા ભાવ નથી, ભૂલથી થયેલા ભાવ છે. મિથ્યાત્વભાવ સ્વભાવમાં નથી, અવસ્થામાં થયેલી ભૂલ છે. એ ભૂલ તે વિકાર છે તે તો જુદી ચીજ છે.
આ તો વીતરાગના ખેલ છે ભાઈ! સર્વજ્ઞ વીતરાગે કહેલા તત્ત્વોનો આબેહૂબ ચિતાર સંતો આપે છે.
શ્રોતા –ચાર ગતિના દુઃખથી તો આત્મા જુદો છે પણ સુખથી તો સહિત છે.
પૂજ્ય ગુરુદેવશ્રી : ચાર ગતિમાં સુખ જ ક્યાં છે? રૂપાળુ શરીર હોય કે પૈસાવાળા હોય કે અનેક જાતની અનુકૂળતાવાળા હોય, પણ એ બધાં દુઃખી છે. કેમ કે પુરને પોતાના માનીને પોતે જ દુ:ખ ઊભું કરે છે. પોતે તો ખરેખર આનંદસ્વરૂપ છે પણ પોતાની ભૂલથી જ દુ:ખી થઈ રહ્યો છે એ ભૂલ પોતાનું સ્વરૂપ નથી, ભૂલ એ જ કર્મ છે તે જીવનું સ્વરૂપ
નથી.
જ્ઞાનાનંદપ્રભુ શીતળ ચંદનની ગાંઠ એવો ભગવાન આત્મા છે તેને લઈને શું વિકાર હોય? તેને લઈને ઇન્દ્રિય, મન અને ચાર ગતિ હોય ! ન હોય ભાઈ ! તું તો તેનાથી ભિન્ન છો. એ બધું છે પણ તારાં સ્વરૂપમાં એ કોઈ નથી. માત્ર પર્યાયમાં ઊભો કરેલો ભ્રમ છે કે આ શરીરમાં હું છું, રાગમાં હું છું વગેરે... એ ભ્રમના ફળરૂપે કર્મ છે અને કર્મના ફળમાં આ બધું ઊભું થાય છે. તારા સ્વભાવથી કાંઈ થતું નથી.
અજ્ઞાનીને ભાન જ નથી કે હું ક્યાં છું! આ શરીર, પુત્ર, સ્ત્રી, પૈસા, આબરૂ આદિમાં પોતાનું અસ્તિત્વ માને છે. દીકરો ગોરો કેમ ન થયો ! એમ થાય છે પણ આ આત્મા ગોરો–ચિદાનંદમૂર્તિ આનંદકંદ છે તે કેમ પ્રગટ ન થયો ! એમ થતું નથી. આ બધું મોહની ભ્રમણાથી થયું છે પણ એ ભ્રમણા તું નથી પ્રભુ ! ભ્રમણા એ “તું હોય તો ભ્રમણા કદી ટળે જ નહિ. ભ્રમણા એ મોહ જ છે. મોહ એટલે નિષ્ફળ...નિષ્ફળ....તેમાંથી આત્માનું કાઈ ફળ આવતું નથી. વસ્તુ પોતે સફળ છે, કેમ કે અખંડાનંદ ચિદાનંદપ્રભુની દૃષ્ટિ કરતાં તો આનંદના ફળ પાકે છે.
ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, દુઃખસ્વરૂપ નથી. દુઃખ તો વિકૃતિ છે તે નિભાવ નથી. અતીન્દ્રિય આનંદ એ નિજ સહજસ્વરૂપ છે. બહારથી આનંદ માને છે એ તો કલ્પના છે ખરેખર તો એ દુઃખ છે. અખંડાનંદ પ્રભુના ભાન વિના થયેલાં ભાવ તે સ્વભાવભાવ નથી, કર્મથી થયેલા ભાવ છે. અહીં તો બે દ્રવ્ય જ લઈ લીધા છે. એક તરફ શુદ્ધ જીવદ્રવ્ય છે અને બીજું કર્મ અને તેના આ બધાં વિકારાદિ ભાવ છે તે બધું જીવથી પર છે.
સ્વભાવના અજાણ મૂઢ જીવે મિથ્યાત્વનો દારૂ પી લીધો છે તેનો નશો ચડ્યો છે છે એટલે પરને પોતાના માને છે “શરીરે સુખી તો સુખી સર્વ વાતે” એમ માને છે. ભાઈ !
શરીર તો માટી છે તેમાં તો ઈયળો પણ પડશે અને એક દિવસ સ્મશાનમાં શરીરની રાખ 'પણ થઈ જશે અને આ ચિદાનંદ તો અનાદિ અનંત-શાશ્વત વસ્તુ છે.