________________
૨૭૪ ]
મન અને વિકાર થયા છે, જીવના સ્વભાવથી થયાં નથી—એમ બતાવવું છે.
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આ પરમાત્મપ્રકાશની કથનની શૈલી તો જુઓ ! સમયસાર જેવી જ શૈલી છે.
ભગવાન આત્માને ઇન્દ્રિયો કેવી ! એ તો જાણનાર છે. આંખ, કાન, નાક આદિ ઇન્દ્રિયોને ક્યાં ભાન છે કે અમે કોણ છીએ ! તેને જાણનાર તો જીવ છે. જાણનારો ઇન્દ્રિયોથી ભિન્ન છે. તે બધી ઇન્દ્રિયોને જાણે છે પણ તેનું જાણવું....જાણવું....જાણવું એ તો એકરૂપ રહ્યું છે. પેટમાં કાંઈ થાય કે પગમાં થાય કે કાનમાં થાય તેને જાણનાર તો એક આત્મા જ છે. જાણનાર..જાણનાર....જાણનાર વ્યાપક ચૈતન્ય તે આત્મા છે. પણ એણે કદી વિચાર કર્યો નથી કે હું કોણ છું. અનંતકાળથી ખોટી માથાકૂટમાં મરી રહ્યો છે.
જ્યાં જુઓ ત્યાં એક જ્ઞાનમય ચૈતન્ય છે. તે જ્ઞાનમય છે માટે શુદ્ધ છે. તેને શુદ્ધ જ્ઞાનમય કહો, શુદ્ધ આનંદમય કહો કે શુદ્ધ સ્વરૂપ કહો—એવો ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી કર્મને કેમ ઉપજાવે ! શુદ્ધ સ્વભાવથી વિભાવ કેમ કરે! શુદ્ધ સ્વભાવથી ઇન્દ્રિયો અને મન કેમ મળે ! શુદ્ધ સ્વભાવથી સંકલ્પ વિકલ્પની જાળ કે ઇન્દ્રિયો કે મન કે ચાર ગતિ કાંઈ ન ઉપજે. માટે, પાંચ ઇન્દ્રિય, મન, ગતિ આદિ કાંઈ આત્માથી ઉપજતાં નથી પણ કર્મથી ઉપજે છે એમ અહીં સિદ્ધ કરે છે.
ભગવાન સર્વજ્ઞદેવે દિવ્યધ્વનિ દ્વારા જે કહ્યું તે જ વાત સંતો વર્તમાન ભાષામાં કહે છે. આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રોતેન્દ્રિય આ પાંચેય ઇન્દ્રિયો શ૨ી૨માં છે પણ તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે અને ઇન્દ્રિયો આત્માથી ભિન્ન છે. તેમ જ મન પણ આત્માથી ભિન્ન છે. ચાર ગતિના દુ:ખ અને રાગાદિ વિભાવ તે પણ આત્માથી ભિન્ન છે. એ તો કર્મકૃત છે.
પાંચ ઇન્દ્રિયો, મન, ચાર ગતિના દુઃખ અને રાગાદિ સમસ્ત વિભાવ આ ચાર બોલ લઈને ગુરુ સમજાવે છે કે બધું કર્મકૃત છે, જીવનું કરેલું નથી. આમ કહીને તારી ભૂલથી આ ઇન્દ્રિયાદિ બધું ઉપજ્યું છે પણ એ ભૂલ તારું સ્વરૂપ નથી એમ બતાવવું છે. ભૂલ પોતે જ એક વિકાર છે તેનાથી કર્મ ઉપજ્યા અને કર્મના નિમિત્તે આ શરીરાદિ બધું થયું છે પણ તે તારું સ્વરૂપ નથી. તારાં ભૂલરહિત સ્વભાવમાં આ કાંઈ નથી.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદની મૂર્તિ છે. પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે તે કાંઈ આત્મા નથી. એ તો આસ્રવતત્ત્વ છે અને શરીર અજીવતત્ત્વ છે તે બંનેથી ભગવાન આત્મા ભિન્ન છે. આ રીતે બધાં તત્ત્વની અસ્તિ સિદ્ધ કરતાં જાય છે અને તે અસ્તિ બીજાં તત્ત્વથી ભિન્ન છે એમ પણ સાથે સિદ્ધ કરે છે. સર્વજ્ઞ અને સંતોની ધારામાં આવેલી આ વાત દરેકનું અસ્તિત્વ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે.
ઇન્દ્રિયો, મન, વિકાર અને ચાર ગતિના દુઃખ આનંદમૂર્તિ ભગવાનથી ભિન્ન છે.