________________
પ્રવચન-૪૪ )
/ ૨૭૩ રાગથી રહિત શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું એવી દૃષ્ટિ કરીને નિર્વિકલ્પ સમાધિના કાળે કર્મોનો ક્ષય કરે છે. અહીં પોતાના પરિણામમાંથી વિકાર છૂટી જાય છે તે જ કાળે સામે કર્મો છૂટી જાય છે..
ભગવાન આત્મા જેવો છે તેનાથી વિપરીત મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ભાવ કરે છે તે તો આકુળતા છે અને એ આકુળતારૂપે પરિણમવાથી સામે કર્મો પુદગલો પણ કર્મરૂપે પરિણમે છે અને જ્યાં પોતે આકુળતાથી છૂટી શુદ્ધ સ્વભાવની દૃષ્ટિ કરીને નિરાકુળતાની પરિણતિએ પરિણમે ત્યાં બંધાયેલા કર્મોનો ક્ષય થઈ જાય છે અર્થાત્ કર્મ અકર્મરૂપ પુદ્ગલથઈ જાય છે.
જ્ઞાનાનંદમૂર્તિ ચૈતન્યસૂર્ય ઉપર દૃષ્ટિ આપીને એકાગ્ર થાય ત્યારે તે આત્મા સેવવાયોગ્ય અને આરાધવાયોગ્ય છે. આ ૬૨મી ગાથાનું તાત્પર્ય છે.
આ રીતે કર્મસ્વરૂપના કથનની મુખ્યતાથી ચાર દોહા કહ્યાં. હવે આગળ પાંચ ઈન્દ્રિય, મન, સમસ્ત વિભાવ અને ચારગતિના દુઃખ આ બધું શુદ્ધનિશ્ચયનયથી કર્મોથી ઊપજે છે, જીવથી નહિ. આ અભિપ્રાય મનમાં રાખીને દોહા-સૂત્ર કહે છે.
ભગવાન આત્મા તો સત્સ ત્ શાશ્વત જ્ઞાન ને આનંદનો કંદ છે. તે કાંઈ પાંચ ઇન્દ્રિયને ઉપજાવતો નથી. એ તો કર્મની રચના છે. મન, વિભાવ અને ચાર ગતિ આદિ પણ કર્મની રચના છે. જીવવસ્તુના સ્વભાવમાં તો એ નથી અને અખંડાનંદ ચૈતન્યની દૃષ્ટિ અને જ્ઞાનથી પણ કર્મો બંધાતા નથી અને કર્મના ઉદય વિના ઇન્દ્રિય આદિ મળતાં નથી. ધ્યાન રાખજો. કેટલું સિદ્ધ કરતાં જાય છે !
વસ્તુ તરીકે તો આત્મા અકષાય શાંત રસની શિલા છે. બરફની જેમ ઠંડી પાટ હોય છે તેમ આત્મા એકલો અવિકારી શાંતરસની શિલા છે. એવા સ્વભાવથી કદી મન અને ઇન્દ્રિયો ન થાય. ૬૦મી ગાથાના ભાવાર્થમાં પહેલી જ લીટીમાં કહ્યું છે કે, “આ જીવ શુદ્ધ નિશ્ચયથી વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે.” આ શબ્દો તેનું વાચ્ય બતાવે છે. જેમ સાકર શબ્દ “સાકર' વસ્તુને બતાવે છે તેમ “વીતરાગ ચિદાનંદ' શબ્દનું વાચ્ય અકષાય શાંતરસની શિલા આત્મા છે. આ પાંચ ઇન્દ્રિયો અને મન આદિ તો બધું જડ છે, આત્મા નથી. માટે કહ્યું કે, શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો પાંચ ઇન્દ્રિયો, મન, વિભાવભાવ અને ચારગતિ આદિ કર્મોથી ઉપજેલા છે, જીવનો એ સ્વભાવ નથી, અને સ્વભાવથી ઉત્પન્ન થયેલાં તે ભાવ નથી. વિભાવ કરેલો, તેનાથી કર્મ થયા અને એ કર્મથી વિભાવ થયા છે. સ્વભાવમાંથી વિભાવ થતો નથી.
પ્રભુ શુદ્ધ ચૈતન્યમાંથી શું થાય ?-કે, નિર્મળ શાંતિ અને આનંદની દશા પ્રગટ થાય. કર્મ અને વિભાવ તો તેમાંથી ન થાય. તો એ ક્યાંથી થયાં?–કે કર્મના કારણે ઇન્દ્રિયો,