________________
૨૭ર )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અનુભૂતિથી વિપરીત વિષય-કષાયના પરિણામ, તેમાં રંગાયેલા ભાવથી મોહકર્મ ઉત્પન્ન થાય છે તેનો ઉદય આવતાં વળી જીવ તેમાં જોડાઈને મોહ અને રાગ-દ્વેષરૂપે પરિણમે છે એવા જીવને કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલસ્કંધ આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. આમાં એ વાત સિદ્ધ કરે છે કે આઠ કર્મની અવસ્થારૂપે તે પુદ્ગલસ્કંધો પરિણમે છે, જીવ તેને પરિણામવતો નથી.
આમાં જીવ સિદ્ધ કર્યો, કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલ સિદ્ધ કર્યું, આત્મજ્ઞાનના અભાવમાં ઉત્પન્ન થયેલા વિષય-કષાયના રંગથી મોહકર્મ ઉત્પન્ન થાય છે. જુઓ પોતાના આત્માનું જ્ઞાન નથી માટે મોહ થાય છે અને એ મોહના ઉદયથી આઠ કર્મ બંધાય છે. મોહકર્મના ઉદયથી પરિણત થયેલો રાગી, દ્વેષી, મોહી જીવ એટલે કે મને પરમાં સુખ છે, પરથી મને આનંદ છે એવો મિથ્યાત્વભાવ અને ઇષ્ટ-અનિષ્ટ વિષયમાં રાગ અને દ્વેષ કરતો એવો સંસારીજીવ છે તેને કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલો આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. જીવ તેને આઠ કર્મરૂપે પરિણમાવતો નથી પણ કર્મયોગ્ય પુદગલો સ્વયં આઠ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે પણ કોને ? કે જેને હું જ જ્ઞાન, આનંદસ્વરૂપ છું એવું પોતાનું જ્ઞાન નથી એવા જીવને મોહકર્મના ઉદયથી આવા કર્મો બંધાય છે.
જુઓ ! સર્વજ્ઞ સિવાય આ રીતે પૂરી વાત કયાંય ન હોય. જીવ પોતાના અનુભવજ્ઞાનના અભાવમાં મોહકર્મથી બંધાય છે અને તેના ઉદયમાં અજ્ઞાની જીવ મોહ, રાગ, દ્વેષરૂપે પરિણમે છે અને તે જ વખતે કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલસ્કંધ આઠ કર્મરૂપે પરિણમે છે. આમ, જીવ અને પુદ્ગલ બંનેની અવસ્થાનું પરિણમન સિદ્ધ કર્યું છે. સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય ન હોય.
જેમ તેલથી શરીર ચીકણું થાય છે અને તેને ધૂળ લાગતાં તે ધૂળ એલરૂપે થઈને પરિણમે છે તેમ ભગવાન ચૈતન્યમૂર્તિ આત્માના જ્ઞાનના અભાવમાં મોહ, રાગ, દ્વેષના ચીકણા ભાવમાં કર્મયુગલો આઠ કર્મરૂપ થઈને ચોટે છે. વિષય-કષાયની દશામાં પુદ્ગલવર્ગણા કર્મરૂપ થઈને જીવ સાથે બંધાય છે.
જે કાળે અજ્ઞાની આત્મા વિષય-કષાયમાં પરિણમે છે તે જ કાળે પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે. આ “તે કાળ”ની શૈલી સમયસારની ૧૨મી ગાથામાં તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અને ૧૪૪મી ગાથામાં તે પરમાત્મા દશ્યમાન થાય છે–શ્રદ્ધામાં આવે છે એ વાત લીધી છે, ૧૪૩માં પણ તે કાળે”ની વાત આવે છે. અહીં ૬૨મી ગાથામાં પણ આત્મા વિકારરૂપે પરિણમ્યો છે તે કાળે રજકણો કર્મરૂપે પરિણમે છે. પોતાના સ્વરૂપથી ઊંધો પડેલો આત્મા પરમાં મને સુખ છે ને પ્રતિકૂળતાથી મને દુઃખ છે એવી રાગ-દ્વેષની પરિણતિ ઉત્પન્ન કરે છે ત્યારે કર્મો બંધાય છે તેથી જીવે કર્મ બાંધ્યા એમ નિમિત્તથી કહેવાય છે.
તે જ પરમાત્મા જ્યારે પોતાના સ્વરૂપમાં અંતરદૃષ્ટિ કરે છે ત્યારે–હું તો પુણ્ય-પાપ