________________
ઇન્દ્રિયો, મન, ચાર ગતિના દુઃખ,
વિભાવ બધું કર્મકૃત છે.
(સળંગ પ્રવચન નં. ૪૪) विषयकषायैः रजितानां ये अणवः लगन्ति । जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति ॥६२।। पञ्चापि इन्द्रियाणि अन्यत् मनः अन्यदपि सकलविभावः।
जीवानां कर्मणा जनिताः जीव अन्यदपि चतुर्गतितापाः॥६३।। શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૬૨મી ગાથા ચાલે છે તેનો ભાવાર્થ ફરીથી લઈએ.
અહીં, આત્માને કર્મોના રજકણનું બંધન કઈ રીતે છે તે વાત સિદ્ધ કરવી છે, સાથે સર્વશે કહેલાં તત્ત્વો કેવી રીતે છે તે બધી વાત પણ યોગીન્દ્રદેવ સિદ્ધ કરતાં જાય છે. જીવનું સ્વરૂપ, જડનું સ્વરૂપ, આસવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ એક એક બોલમાં સિદ્ધ કરતાં જાય છે.
ભાવાર્થ –શુદ્ધ આત્માની અનુભૂતિથી ભિન્ન જે વિષય-કષાય તેમાં શુદ્ધ આત્મા તે જ્ઞાયક-વસ્તુ, તેની અનુભૂતિ એટલે પર્યાય, શેની?—કે શુદ્ધાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિની અનુભૂતિની પર્યાય તે સંવર નિર્જરા તત્ત્વ છે આત્માનો ધર્મ છે તેનાથી ભિન્ન-જુદી જાતના એવા વિષય-કષાય તે આસવ અને બંધભાવ છે. જ્ઞાયકતત્ત્વનું લક્ષ નહિ કરતાં ચૈતન્યસૂર્યનો અનુભવ નહિ કરતાં, પરનું લક્ષ કરી, તેને વિષય બનાવી મિથ્યાત્વ રાગ-દ્વેષના ભાવ કર્યા તે આસવ અને બંધભાવ છે. આ આસવ અને બંધભાવથી જે પર્યાયમાં રંગાયેલો છે એવો આત્મા પોતાના ચૈતન્યસૂર્યના અંતરમુખ જ્ઞાનના અભાવમાં મોહકર્મને ઉત્પન્ન કરે છે.
આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ ચૈતન્યજ્યોત છે, પ્રકાશની મૂર્તિ છે. તેના અંતરમુખ જ્ઞાનના અભાવમાં ઉત્પન્ન થયેલા મોહકર્મ-જડકર્મના ઉદયમાં જીવ મોહ અને રાગ-દ્વેષપણે પરિણત થાય છે એવા જીવને જગતમાં રહેલાં કર્મવર્ગણાયોગ્ય પુદ્ગલસ્કંધો જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપ થઈને પરિણમે છે. આ કર્મો છે તે જડ છે. જડતત્ત્વમાં પણ અનેક જાતની વર્ગણા છે. તેમાંથી આ કર્મવર્ગણાને યોગ્ય પુદ્ગલસ્કંધો જ જ્યારે જીવ વિષય-કષાયરૂપે પરિણમે છે ત્યારે જીવ સાથે બંધાય છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ એ એનું રૂપ છે. તેની