________________
૨૭૦ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને નિર્જરારૂપ ધર્મો છે, તેનાથી વિપરીત એવા જે મિથ્યાત્વ સહિતના શુભ અને અશુભરાગ કે જે પરને લક્ષે થાય છે તેમાં રંગાયેલા જીવને જે નવા રજકણ બંધાય છે તેને જડકર્મ કહેવાય છે.
શુદ્ધ ચિદાનંદ વસ્તુ તે જીવતત્ત્વ છે, તેનું નિર્મળ વેદન પર્યાયમાં થાય છે તે સંવર અને નિર્જરા તત્ત્વ છે અને એ અનુભૂતિથી વિપરીત પરમાં ઠીક અને અઠીક માનવારૂપ મિથ્યાત્વ સહિતના ભાવ તે પુણ્ય અને પાપ તત્ત્વ છે અને તેનાથી જીવ સાથે જે કર્મો બંધાય છે તે અજીવતત્ત્વ છે.
આ સાંભળવામાં પણ એકાગ્રતા હોય તો જ સમજાય તેવી વાત છે. આ કોઈ વાર્તા–કથા નથી કે સહેજે સમજાય જાય.
મિથ્યાત્વમાં રંગાયેલા જીવને “હુ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' એવું ભાન નથી અને વિષય-કષાયનો રંગ છે તેથી રાગ-દ્વેષ-મોહવશ આઠ પ્રકારની કર્મવર્ગણા બંધાય છે તે કર્મ છે.
આ તો પરમાત્મપ્રકાશ છે ને ! દ્રવ્યનું મૂળ સ્વરૂપ જ પરમાત્મસ્વરૂપ છે. પણ એણે પોતાની વાત કદી સાંભળી નથી. અનંતકાળે બટાટા, સકરકંદ આદિ નિગોદમાંથી માંડ માંડ નીકળી આવો મનુષ્યભવ મળ્યો, તેમાં પાંચ-પચાસ વર્ષનું આયુષ્ય, તેમાં આ વીતરાગે કહેલું તત્ત્વ સાંભળવા મળવું પણ મુશ્કેલ છે તો એ એ ક્યારે સાંભળે, ક્યારે વિચારે અને જ્યારે સમજે ! બાપુ? એના ભવના અંત ક્યારે આવે ?
ભાઈ ! પરમેશ્વરદેવ તો કહે છે, પ્રભુ! તું તો અનંતગુણનો નાથ ચૈતન્યદેવ છો. તેના શ્રદ્ધા-જ્ઞાન કરને ભાઈ ! શુદ્ધ ચૈતન્યદેવની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ કરવો તે જ ) ધર્મ છે, બાકી કોઈ ક્રિયાકાંડર્ના વિકલ્પો કરવા તે ધર્મ નથી. આવા ધર્મના ભાન વિના
પરને વિષય બનાવીને એટલે પરનું લક્ષ કરીને તેમાં હું ઠીક કરું છું એવા પુણ્ય-પાપભાવમાં લીનતા વડે જીવ નવા કર્મ બાંધે છે અને તેથી ચાર ગતિમાં રખડે છે.