________________
પ્રવચન-૪૩ )
[ ૨૬૯ કે સમ્યકત્વાદિ નિજ શુદ્ધ ગુણસ્વરૂપ જે શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે. અનંત ગુણ સ્વરૂપ આત્મા જ સમ્યગ્દર્શનમાં આદરવાલાયક છે. ભગવાને આત્માને ચૈતન્યનો રત્નાકર કહ્યો છે. એ ચૈતન્યરત્નાકર એટલે ચૈતન્યના રત્નથી ભરેલો દરિયો છે તે પુણ્ય–પાપના વિકલ્પોથી રહિત છે, કર્મથી અને શરીરથી રહિત છે પણ પોતાના અનંતગુણોથી સહિત છે તે એકની જ દેષ્ટિ કરીને આદરવાલાયક છે, બીજો કોઈ આદરવાલાયક નથી. ધર્મી જીવને પૂર્ણાનંદથી ભરેલો શુદ્ધ ચિદાનંદપ્રભુ જ શ્રદ્ધવા અને આદરવાલાયક છે. પુણ્ય-પાપ અને શરીર, વાણી આદિ કોઈ ચીજ આદરવાલાયક નથી.
જેને પરદ્રવ્ય ઠીક હોય તો મને ઠીક અને પરદ્રવ્ય પ્રતિકુળ હોય તો મને અઠીક એવી માન્યતા છે તે મિથ્યાષ્ટિ મૂઢ છે. પરની અનુકૂળતાથી જીવને સુખ થાય અને પર અનુકૂળ નહિ રહેવાથી જીવને દુઃખ થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. એવી વીતરાગની આજ્ઞા નથી માટે એવું માનનારા જીવો વીતરાગની આજ્ઞાથી બહાર છે. પરદ્રવ્ય તો માત્ર શેય છે, તે જ્ઞાનમાં જણાય પણ સુખદાયક કે દુઃખદાયક ન થાય. "
આ ૬૧ ગાથા થઈ. હવે ૬૨મી ગાથામાં મુનિરાજ કહે છે કે, વિષય–કષાયોમાં લીન જીવોને જે કર્મપરમાણુઓનો સમૂહ બંધાય છે તે કર્મ છે.
આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ છે તેમાં જે પરમાણુના સ્કંધો ચોટે છે તેને જિનેન્દ્રદેવ કર્મ કહે છે “વિહૂય રયમલા એવો શબ્દ લોગસ્સમાં આવે છે તેનો અર્થ આ છે કે જેણે રજ એટલે કર્મ અને મલ એટલે વિકારી ભાવ તેને વિહૂય એટલે ટાળ્યા છે તે સિદ્ધ છે. તે રજકણ... કેવા છે અને કેમ બંધાયા તે આ ગાથામાં કહે છે.
જીવ પોતાના શુદ્ધસ્વરૂપને જોવાનું ભૂલી, પરને જોઈને રાગ-દ્વેષરૂપ મિથ્યાત્વ કષાયને » કરે છે તેનાથી જે કર્મોના પરમાણુ જીવને ચોટે છે તેને જિનેન્દ્રદેવ ‘કર્મ' કહે છે.
આમાં ત્રણ વાત આવી. એક તો પોતાનો વિષય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મા છે તેને જાણવાનું અને શ્રદ્ધવાનું છોડી દીધું. બીજું પરચીજને જાણવામાં રોકાઈને રાગ-દ્વેષભાવ કરે છે તે વિકાર છે–મેલે છે, જીવની વિકારીદશા છે તે આસ્રવ છે અને ત્રીજી વાત એ કે તેનાથી નવા જડકર્મો બંધાય છે તેને ભગવાન કર્મ કહે છે.
શુદ્ધ ચિદાનંદમૂર્તિ જ્ઞાનસૂર્ય પ્રભુની અનુભૂતિ તો પુણ્ય-પાપના વિકારથી રહિત હોય. ચૈતન્યમૂર્તિ તે દ્રવ્ય છે અને તેની વિતરાગી અનુભૂતિ તે પર્યાય છે. શુદ્ધ સચ્ચિદાનંદ ધ્રુવ તત્ત્વ તે દ્રવ્ય છે અને તેની શ્રદ્ધા, જ્ઞાન અને લીનતાની નિર્મળ અનુભૂતિ તે આત્માના ધર્મરૂપ સંવર-નિર્જરાની નિર્મળપર્યાય છે. અને આ જે વિષય-કષાયો છે તે નિર્મળ અનુભૂતિથી વિપરીત છે, પરને વિષય કરીને ઠીક માન્યું, પ્રેમ માન્યો તે મિથ્યાત્વ ભાવ છે.
ભગવાન આત્મા જીવતત્ત્વ છે તેના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે સંવર