________________
૨૬૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આ સંક્ષેપમાં આઠ ગુણનું કથન થયું. વિશેષતાથી અમૂર્તત્વ, નિર્નામગોત્રાદિક અનંતગુણ છે તે યથાસંભવ શાસ્ત્ર પ્રમાણથી જાણવા. આ અમૂર્ત અને નિર્નામગોત્ર ગુણ પણ કોઈએ સાંભળ્યા નહિ હોય. ગોત્ર અનુસાર નામ પડે છે તે આત્માનું નામ નથી, આત્મા તો નિર્નામ છે.
આત્મા તો અજીવ એવા દેહદેવળમાં તેનાથી ભિન્ન રહેલું અમૂર્તતત્ત્વ છે, ગોત્રથી રહિત છે, જેવા સચ્ચિદાનંદ સિદ્ધ છે એવો જ આ આત્માનો સ્વભાવ છે પણ તેના ભાન વિના એણે વિકાર અને સુખ-દુઃખની કલ્પના ઊભી કરી છે.
આ આત્મામાં અનંતા સાધારણ ગુણ છે અને અનંતા અસાધારણગુણ છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ આદિ ગુણો છએ દ્રવ્યમાં છે માટે તેને સાધારણગુણ કહેવાય છે. એવા આત્મામાં અનંતા ગુણ છે. ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયા છે. પરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે તેમાં પણ આવા અનંતા ગુણો છે. જ્ઞાન, દર્શન, આનંદ, સુખ આદિ અનંત ગુણો એવા છે કે જે આત્મામાં જ છે બીજાં દ્રવ્યોમાં નથી માટે તેને આત્માના અસાધારણગુણો કહેવાય. ભગવાન કહે છે કે તારામાં આવા અનંતગુણ છે તેની સમીપ તું જા !
વનસ્પતિના પણ સાધારણ અને અસાધારણ અથવા પ્રત્યેક એવા બે ભેદ છે તેમાં સાધારણ વનસ્પતિ એટલે જેમાં એક શરીરમાં અનંત જીવ હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય છે. બટાટા, શકરકંદ, ડુંગળી, લસણ વગેરે સાધારણ વનસ્પતિ છે તેની એક કટકીમાં અસંખ્ય તો શરીર હોય છે અને એક એક શરીરમાં અનંત જીવ હોય છે. એ અનંત એટલે કેટલો ? –કે, અત્યાર સુધીમાં અનંતા જીવો સિદ્ધ થયા છે તેનાથી અનંતગણા જીવો એક એક શરીરની અંદર રહેલાં છે. તે અનંત જીવો માટે શરીર એક છે માટે તે સાધારણ વનસ્પતિ છે અને એક જીવને એક શરીર હોય તેવી વનસ્પતિને પ્રત્યેક વનસ્પતિ કહે છે.
એ રીતે દરેક આત્મામાં હોવાપણું, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ આદિ ગુણો એવા છે કે જે બીજા દ્રવ્યોમાં પણ છે માટે તે સાધારણગુણો છે. તેવા ગુણો દરેક દ્રવ્યમાં અનંતા છે અને જીવમાં જ્ઞાન, દર્શન, સુખાદિ; પુદ્ગલમાં સ્પર્શ, રસાદિ એમ દરેક દ્રવ્યમાં અનંત અનંતગુણો એવા છે કે જે બીજા દ્રવ્યોમાં ન હોય, તેને અસાધારણગુણ કહેવાય છે. દરેક આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ અસાધારણગુણ પણ અનંતા છે એટલાં તો કોઈ પાસે પૈસા પણ ન હોય.
અહીં તો વીતરાગ કહે છે કે પ્રથમ ઓળખાણ કર ! માંગલિકમાં રોજ બોલી જાય કે, “કેવલીપણ7ો ધમો શરણે પધ્વજ્જામિ' તેથી શું? કેવળી શું કહે છે તેની ખબર વગર ધર્મ ક્યાંથી થાય?
સાધારણ અસાધારણગુણોની વાત અહીં નવી જ છે. આ ગાથાનું તાત્પર્ય એ છે