________________
પ્રવચન-૪૩)
( ૨૬૭
(૮) વેદનીયકર્મથી અવ્યાબાધ ગુણ ઢંકાય છે. વેદનીયકર્મના ઉદયમાં શાતા અશાતારૂપ સાંસારિક સુખ-દુઃખને જીવ ભોગવે છે. શાતાવેદનીયકર્મના ઉદયમાં એને સુંદર શરીર મળે, ધન મળે, રૂપાળી સ્ત્રી મળે તેમાં રાગ કરીને એ સુખને ભોગવે છે. સુખ એટલે દુઃખ કેમ કે, એ તો મૂઢ સુખ માન્યું છે તેમાં ખરેખર સુખ ક્યાં છે ! રાગ કરીને સુખ માને છે પણ એ દુઃખ જ છે. અશાતાના ઉદયમાં શરીરમાં રોગાદિ થાય છે, નિર્ધનતા થાય છે, અનેક પ્રકારના પ્રતિકુળ યોગ બને છે તેમાં દુઃખ માનીને અજ્ઞાની દુઃખી થાય છે. રોગ તો શરીરમાં થાય છે પણ મને રોગ થયો એવી કલ્પનાજાળ ઊભી કરીને એ દુઃખી થાય છે. અજ્ઞાનીને તત્ત્વનું ભાન નથી તેથી દુઃખી થાય છે.
મુમુક્ષુ તે દુઃખ દૂર કરવાનો ઉપાય તો બતાવો !
પૂજ્ય ગુરુદેવશ્રી : આ જ ઉપાય છે. “ભાન કરો', તત્ત્વનું સ્વરૂપ સમજો, “હું આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છું', આ સુખની કલ્પના કે દુઃખની કલ્પના એ મારું સ્વરૂપ નથી, અને શાતાથી મળેલા ધૂળના ઢગલા કે અશાતાથી મળેલી પ્રતિકૂળતા એ મારું સ્વરૂપ નથી. /
અરે ! પણ આ વાત જેને સાંભળવા પણ મળે નહિ તે સમજે ક્યાંથી? ઊંધા રસ્તા ને ઊંધી માન્યતામાં ચાલ્યા જાય.એકાદ કરોડ દાનમાં આપે ત્યાં લોકો તેને ધર્મધુરંધરનું બિરૂદ આપી દે. અરે ! પણ એમાં એણે શું કર્યું? પૈસા કયાં એના હતા ? એમાં કાંઈક , રાગની મંદતા હોય તો પુણ્ય થાય પણ સાથે માનભાવ હોય કે, અમે આટલા પૈસા દાનમાં આપ્યા, તેનાથી પોતાની અધિકતા માને એ તો મિથ્યાર્દષ્ટિ મિથ્યાત્વનું પોષણ કરે છે. પાપનું પોષણ કરે છે અને માને છે કે મેં કાંઈક ઠીક કર્યું છે.
અહીં કહે છે કે શાતાના ઉદયમાં અનુકૂળતામાં હું સુખી છું અને અશાતાના ઉદયમાં–પ્રતિકૂળતામાં હું દુઃખી છું એમ માને છે તે મૂઢની માન્યતા છે–પાગલ થઈ ગયો છે. વીતરાગ ભગવાન તો કહે છે. મિથ્યાષ્ટિ ગાંડો–પાગલ છે.
બાપુ! નવેય તત્ત્વ જુદાં જુદાં છે. આ શરીર, ધનાદિ તો અજીવતત્ત્વ છે અને તું તો ચૈતન્યતત્ત્વ છો અને અનુકુળતામાં સુખની કલ્પના થાય છે એ તો આસ્રવતત્ત્વ છે, દુઃખ થાય છે એ પણ ઓસવની કલ્પના છે. આસવ એટલે વિકાર. તેનાથી નવા કર્મ બંધાય છે. એનું એને ભાન નથી એટલે ખુશી ખુશી થઈને ફરે છે.
આ પ્રમાણે આઠ ગુણ આઠ કર્મોથી ઢંકાય છે માટે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે કર્મોનું આવરણ મટી જાય છે ત્યારે સિદ્ધપદમાં આઠગુણ પ્રગટ થાય છે. આત્મા ચિદાનંદ સૂર્ય છે, આ પુણ્ય-પાપ તે દુઃખરૂપ છે, અજીવમાં સુખ-દુઃખ નથી એ તો જોય છે, મારું સ્વરૂપ તો શુદ્ધ આનંદકંદ છે એવો અનુભવ કરે ત્યારે સમ્યગ્દર્શનથી માંડીને ક્રમે આઠેય ગુણ પ્રગટ થાય છે.