________________
૨૬૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો નથી માટે તેનાથી જીવને સુખ ન હોઈ શકે, બંને તત્ત્વ તદ્દન ભિન્ન છે, જીવ અને એજીવતત્ત્વ એક થઈ જાય તો જીવ જ ક્યાંથી રહે!
અહીં તો પુણ્ય પાપના ભાવ થાય છે એ પણ જીવતત્ત્વમાં નથી એમ કહેવું છે. પુણ્ય–પાપ તો આસવતત્ત્વ છે. આસવમાં જીવ નથી અને જીવમાં આસ્રવ નથી. જો બંને એક હોય તો તો બીજા તત્ત્વનો જ નાશ થઈ જાય. અજ્ઞાનીને આ તત્ત્વની કાંઈ ખબર નથી. આંધળો થઈને ગાંડાની પેઠે એમને એમ અજ્ઞાનમાં દોડ્યો જાય છે.
અહીં ભગવાન કહે છે કે તેં વિર્યાન્તરાય કર્મ બાંધ્યું છે તે કઈ રીતે?—કે હું અનંતવીર્યનો ધણી છું એનું ભાન ન કર્યું, અભાન કર્યું ઊંધી માન્યતા કરી કે હું શરીર અને રાગવાળો છું તેથી પોતાનું વીર્ય રોકાયું અને વર્યાન્તરાય કર્મ બંધાયા તેના પાક કાળે ફરી પોતાનું વીર્ય હણાય ગયું અને હું અનંતવીર્યનો ધણી છું એવી દૃષ્ટિ ન કરી તેથી તેની વીર્યશક્તિ રોકાઈ ગઈ છે.
(૫) આયુકર્મથી સૂક્ષ્મત્ત્વગુણ ઢંકાયો છે. આયુકર્મના કારણે દેહમાં કેટલો કાળ રહેવું તે નક્કી છે. તે કાળ કરતાં એક સમય પણ આગળ-પાછળ થતો નથી. પોતાના આત્માનું ભાન નથી તેથી એક દેહ છોડીને બીજો અને બીજો છોડીને ત્રીજો એમ રખડ્યા કરે છે. આયુકર્મના ઉદયથી જયારે જીવ પરભવમાં જાય છે ત્યારે ત્યાં ઈન્દ્રિયો અને ઇન્દ્રિયજ્ઞાન મળે છે, અતીન્દ્રિયજ્ઞાનનો તો અભાવ છે, તેથી કેટલીક સ્કૂળ વસ્તુઓને જાણે છે, સૂક્ષ્મને જાણી શકતો નથી. આમ, આયુકર્મના કારણે ભવ મળે છે, ભવમાં ઇન્દ્રિયો મળે, તે ઇન્દ્રિયો વડે જ્ઞાન કામ કરે તે જ્ઞાન ધૂળને જાણે છે સૂક્ષ્મ પદાર્થને જાણી શકતું નથી. આમ, આયુકર્મ વડે જીવનો સૂક્ષ્મત્ત્વગુણ ઢંકાય છે. ભગવાન અતીન્દ્રિય આનંદકંદ સૂમ પદાર્થ છે તે અતીન્દ્રિયજ્ઞાન વગર જાણી શકતો નથી. આમ પોતે જ ભૂલ કરીને પોતાના ગુણને પોતે રોક્યો છે.
(૬) શરીરનામકર્મના કારણે અવગાહનગુણ ઢંકાય છે. શરીરના પ્રમાણમાં જ આત્મા રહી ગયો છે.
(૭) સિદ્ધ-અવસ્થાને યોગ્ય વિશેષરૂપ અગુરુલઘુગુણ નામકર્મના ઉદયથી અથવા ગોત્રકર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે કેમ કે, ગોત્રકર્મના ઉદયથી જ્યારે નીચ ગોત્ર પામ્યો ત્યારે તુચ્છ અથવા લઘુ કહેવાયો અને ઉચ્ચ ગોત્રમાં મોટો અથવા ગુરુ કહેવાયો. ક્ષત્રિયમાં જન્મ તો કહે હું તો ઉચ્ચગોત્રનો છું અને શુદ્રમાં જન્મે તો કહે અરે ! અમે નાના માણસ છીએ. ભાઈ! આત્માને ક્યાં ઊંચું કે નીચું ગોત્ર છે! આત્મા તો જ્ઞાનાનંદ સૂર્ય છે. જેમ આ પથ્થરનો સૂર્ય છે તેમ આત્મા ચૈતન્યનો સૂર્ય છે, પણ તેનું જ્ઞાન નથી તેથી ઊંચું અને નીચું કર્મ બંધાય છે. તેના ઉદયમાં પોતાને ઉચ્ચ-નીચ માને છે તે ઊંધી માન્યતા છે. વસ્તુ ઉચ્ચ કે નીચ થઈ જતી નથી.