________________
પ્રવચન-૪૩)
[ ૨૬૫ તેને બદલે તે પુણ્ય-પાપ ભાવમાં આનંદ માન્યો, તેના ફળમાં મળતાં ધૂળના ઢગલામાં સુખ માન્યું તેનાથી દર્શન–મોહનીય કર્મ બંધાયું અને તેના ઉદયકાળે વળી તને મિથ્યાત્વભાવ થયો. આમ તારું સમકિત દર્શનમોહથી અવરાઈ ગયેલું છે. તારા ઉપજાવેલા કર્મથી તારું સમકિત ઢંકાયું છે, કોઈ અન્યથી નહિ. અરે ! જૈનમાં જન્મેલાંને પણ વીતરાગે કહેલાં તત્ત્વની ખબર નથી. ' હું આનંદ છું, શુદ્ધ છું, પુણ્ય–પાપ રાગથી રહિત છું, શરીર, કર્મ વિનાનું તત્ત્વ છું
એવું ભાન થવું તેનું નામ સમ્યગ્દર્શન છે. એવું ભાન ન કરવું અને પોતાને શરીર, કર્મ અને રાગવાળો માનવો તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ તે સમ્યત્વનું ઢાંકણું છે. પોતે જ સમ્યક્ત્વને ઢાંકી દીધું છે.
હું કેવળજ્ઞાન એટલે કેવલ ચૈતન્યપ્રકાશનો સૂર્ય છું. એવા સૂર્યનું ભાન નહિ કરવાથી તને કેવળજ્ઞાન પ્રગટ ન થયું તેનાથી કેવળજ્ઞાનાવરણીકર્મ ઉત્પન્ન થયું તેના ઉદયકાળે અજ્ઞાન ભાવથી તારા કેવળજ્ઞાનનો પર્યાય ઢંકાઈ જાય છે–કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થતી નથી. આમ પોતાનું જ્ઞાન પોતાથી ઢંકાયું છે.
(૩) કેવળદર્શનાવરણીકર્મથી કેવળદર્શન ઢંકાયું છે. કેવળદર્શન એ જીવનું સ્વ-તત્ત્વ છે. તેમાં કેવળદર્શન પ્રગટ થવાની તાકાત ભરી પડી છે પણ એમ નહિ માનતાં મારું દર્શન, જ્ઞાન કોઈ પરથી પ્રગટ થશે એમ માનીને મિથ્યાત્વભાવમાં જે દર્શનાવરણીકર્મ બાંધ્યું છે તેના પાક કાળે ફરી એ જ ભાવ ઊભો થાય છે કે મારું જ્ઞાન-દર્શન પરથી થાય છે મારામાં નથી તેથી પોતાનું કેવળદર્શન ઢંકાઈ જાય છે.
(૪) વીર્યાન્તરાયકર્મથી અનંતવીર્ય ઢંકાયું છે. ભગવાન આત્મા તો અનંતવીર્યનો ધણી છે. અનંતબળ ભર્યું છે. અનંતજ્ઞાનદર્શનને રચે એવું તેનામાં વીર્ય છે એવા વીર્યવાળો પોતાને ન માનતાં, અલ્યવીર્યવાળો, રાગવાળો, દૈષવાળો, પરથી સુખ લેનારો માનીને પોતે વર્યાન્તરાયકર્મ ઉત્પન્ન કરે છે તેથી તે કર્મના ઉદયકાળે પોતાનું વીર્ય ઢંકાઈ જાય છે.
મૂળ નવતત્ત્વની જ ખબર નથી. અજીવ અને આસ્રવ તત્ત્વથી ભિન્ન હું, જ્ઞાયકતત્ત્વ છું એવી એને ખબર જ નથી. પૈસાથી અને પુણ્યથી પોતાની મોટાઈ માને છે પણ ભાઈ ! એમાં ધૂળેય સુખ નથી. એમાં તો હોળી છે. પુણ્યના પરમાણુ બળી ગયા ત્યારે બહારમાં પૈસા દેખાણાં તેમાં આત્માને શું લાભ? તેને તો રળવાના ભાવથી પાપ બંધાયું. રળવાના ભાવથી કાંઈ પૈસા મળ્યા નથી. પુણ્યના પરમાણુ બળીને પૈસા દેખાણા છે.
પ્રશ્ન :–તો એ પૈસા કોના?
પૂજ્ય ગુરુદેવશ્રી એ પૈસા પૈસાના છે–જડના છે, અજીવતત્ત્વ છે, અજીવનો જીવમાં અભાવ છે અને જીવનો અજીવમાં અભાવ છે. કરોડ રૂપિયા હો અજબ હો તે કોઈ જીવના