________________
પ્રવચન-૧૨ )
( ૩૫૫ છે એ વાત કેમ પોષાય છે! કર્મ મને કાંઈ કરી જ ન શકે, હું જ મારા ઉલટાં પુરુષાર્થથી રખડ્યો છું એમ સમજને ! કમેં તને મારી નથી નાખ્યો પણ તે જ ઊંધા પુરુષાર્થથી તારા ચૈતન્યજીવનને મારી નાખ્યું છે. પોતાના સ્વભાવને માન્યો નહિ અને અલ્પજ્ઞાન, વિપરીત શ્રદ્ધા અને રાગ-દ્વેષના પરિણામને જ સર્વસ્વ માનીને તેં તારા ચૈતન્યજીવનને રેશી નાખ્યું છે. તેનાથી કર્મ બંધાય છે માટે તે કર્મથી તું રખડ્યો છો એમ કહેવાય છે.
કર્મે રખડાવ્યો એ વાત શાસ્ત્રમાં આવે ત્યાં તેને એમ થાય કે જુઓ ! મારી વાત આવી ને !..પણ ભાઈ કડકમેં તને મારી નાંખ્યો એ વાતમાં તું કેમ રાજી થાય છે? તારી ભૂલ થાય છે ભાઈ! હું ઊંધા શ્રદ્ધા, જ્ઞાનથી રખડ્યો છું, એમ જાણ તો આત્માના શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા વડે ચૈતન્યજીવન પ્રાપ્ત કરી શકીશ. તારે તો એક અભેદરત્નત્રય જ ઉપાદેય કરવા યોગ્ય છે. બાકી બધું થોથાં છે.
લોકોને એમ લાગે કે તમે વ્યવહારનો ઉપદેશ આપતાં નથી. પણ વ્યવહાર ક્યાં ઉપાદેય છે ! વ્યવહાર તો વચ્ચે આવે જ છે, ન આવે એમ નથી પણ તેની હોંશ શી ! નિશ્ચયર્દષ્ટિ, જ્ઞાન અને સ્થિરતામાં પૂર્ણતા ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર આવે જે છે પણ તેની હોંશ શી ? વ્યવહારની હોંશ છે તેને સ્વભાવનો આદર નથી. વ્યવહારનું જોર દેવા જઈશ કે જુઓ ! “આવો વ્યવહાર હોય તો નિશ્ચય હોય” –તો એ જોર ખોટું છે.
વીતરાગમારગ કોઈ અજબ છે! તે કાંઈ લાલા-પેથાનો માર્ગ નથી. વ્યવહારનયનો ઉપદેશ આવે પણ તે “વ્યવહાર છે' એમ જણાવવા માટે છે, ઉપાદેય કરવા માટે કે હોંશ કરવા માટે નથી. આચાર્યદેવ કહે છે શુભાશુભભાવને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાં હોય તેને અનુમોદતો નથી કેમ કે એ ભાવમાં તો દુ:ખ છે–
ઉપદેશકર્તા પણ આત્મા નથી. વાણી તો જડ છે તેને આત્મા કરતો નથી.
ઉપાદેય એક આત્મા જ છે. ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં આત્મા ઉપાદેય થાય છે માટે અભેદરત્નત્રય પ્રગટ કરવાયોગ્ય છે.
- હવે ૭૯ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે મિથ્યાત્વપરિણતિથી આ જીવ તત્ત્વને યથાર્થ જાણતો નથી, વિપરીત જાણે છે. જુઓ ! અહીં મિથ્યાત્વપરિણતિને કારણે જીવ તત્ત્વને યથાર્થ જાણતો નથી એમ લીધું, કર્મના કારણે જાણતો નથી એમ નથી.
આ જીવ અતત્ત્વશ્રદ્ધાનરૂપ પરિણત થયો થકો આત્માથી માંડીને બધાં તત્ત્વોના સ્વરૂપને અયથાર્થ માને છે આત્માના પરમાત્મસ્વરૂપને ઓળખતો નથી, રાગમાં ધર્મ માને છે, અલ્પજ્ઞદશાને જ પૂર્ણ માને છે, નિમિત્તથી મને લાભ-નુકશાન થાય છે એમ બધું વિપરીત માને છે. વસ્તુનું સ્વરૂપ તો કેવું છે તેવું જ છે. આત્મા પૂર્ણાનંદ જ્ઞાયક છે, શરીર કર્મ અને વિકારથી રહિત છે, એક સમયની પર્યાય જેવડો પણ નથી છતાં મિથ્યાદષ્ટિ