________________
૩૫૬ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પર્યાયને જ આખો આત્મા માની લે છે. આત્માને શરીરના સંયોગવાળો અને રાગ-દ્વેષી માને છે. એવું આત્માનું સ્વરૂપ નથી.
વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ છે. આત્મા જ્ઞાયક જ છે, પુણ્ય-પાપના વિકલ્પો મલિન જ છે, જડકર્મોનું બંધન, ઉદય આદિ જડ વસ્તુ જેમ છે તેમ જ છે પણ મિથ્યાદષ્ટિ જીવ તેને વિપરીત માને છે. પોતાનું આત્મસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાદિ સહિત છે તેને મિથ્યાત્વ અને રાગાદિરૂપ જાણે છે. આત્મા તો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ભૂતાર્થ છે તેને બદલે અલ્પજ્ઞાન કે જે સમય પૂરતું છે, અભૂતાર્થ છે, તેને જ ભૂતાર્થ આત્મા માને તે મિથ્યાષ્ટિ છે. પૂર્ણ દર્શન, જ્ઞાન, વીર્ય દિના ધણીને અલ્પ જ્ઞાન, દર્શન, વીર્યવાળો માને છે તે આત્માને મિથ્યાત્વસહિત માને છે.
- મિથ્યાત્વના કારણે રચાયેલાં કર્મથી જે શરીરાદિ પરભાવ મળ્યા છે તેને પોતાના માને છે અર્થાત્ ભેદવિજ્ઞાનના અભાવથી રૂપાળા, કાળા, સ્થળ, કૃષ આદિ કર્મજનિત દેહના સ્વરૂપને પોતાનું જાણે છે, હું ગોરો છું માટે બીજાથી અધિક છું, હું દુર્બળ છું માટે બીજાથી હીણો હું—એ વગેરે માન્યતા મિથ્યાષ્ટિના કારણે થઈ રહી છે.
રૂપાળો છું, બળવાન છું, સુરૂપ છું માટે તમે પણ મને એવો માનોએમ મિથ્યાત્વમાં કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેય ભાવ રહેલાં હોય છે.
* આમ, મિથ્યાત્વના કારણે જીવ તત્ત્વોના સ્વરૂપને યથાર્થ જાણતો નથી, અયથાર્થ માને છે તેથી સંસારમાં ભ્રમણ કરે છે. કર્મ તેને ભમાવતું નથી.
| ભાવાર્થ અહીં કર્મોથી ઉપજેલાં ભાવોથી ભિન્ન જે શુદ્ધ આત્મા છે તેનાથી જે સમયે રાગાદિ દૂર થાય છે તે કાળે આત્મા ઉપાદેય છે. શું કહે છે? –કે માત્ર આત્મા ઉપાદેય છે એમ બોલવાથી કે વિકલ્પ કરવાથી આત્મા ઉપાદેય થતો નથી કેમ કે વાણી અને વિકલ્પ જીવના નથી. જ્યારે જે સમયે શુદ્ધ જ્ઞાયકની દૃષ્ટિ અને અનુભવ થાય છે. તેમાં એકાકાર થાય છે તે કાળે આત્મા ઉપાદેય છે. પાઠમાં જ છે કે રવિનિવૃત્તિકાન્ત એટલે રાગથી છૂટો પડીને આત્માને અનુભવે છે તે કાળે આત્મા ઉપાદેય થયો કહેવાય છે. કેમ કે ત્યારે જ આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે..