________________
26 27 બહિરાત્માનું સ્વરૂપ
(સળંગ પ્રવચન નં. પ૬) अहं गौरः अहं श्यामः अहमेव विभिन्नः वर्णः। अहं तन्वङ्गः स्थूलः अहं एतं मूढं मन्यस्व ।।८०॥ अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः ।
पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम् ॥ ८१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેના પ્રથમ અધિકારની આ ૮૦મી ગાથા લઈએ.
મિથ્યાત્વ પરિણામથી બહિરાત્મા જે કર્મજનિત ભાવોને પોતાના માને છે તે પોતાના નથી એવા ભાવોને પાંચ દોહાસૂત્રમાં કહે છે.
જુઓ ! આમાં કમજનિત ભાવ ઉપર વજન નથી પણ મિથ્યાત્વ પરિણામ ઉપર વજન છે. કારણ કે મિથ્યાત્વ પરિણામથી જીવ તે ભાવોને પોતાના માને છે. ખરેખર સમ્યક પરિણામ વડે જીવે પરના ભાવને પરના જાણવા જોઈએ પણ સમ્યક પરિણામ નથી તેથી મિથ્યાત્વભાવથી બહિરાત્મા શરીરના રંગ, સ્પર્શી દિ ગુણોને પોતાના માને છે તે તેની બહિરાત્મબુદ્ધિ છે.
કાળાપણું, ગોરાપણું, રાતાપણું, રોગીપણું કે નીરોગીપણું એ બધી કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી શરીરની અવસ્થાઓ છે. તેને જીવ પોતાની માને છે અને એ જ રીતે બીજાં આત્માને પણ તેના સંયોગમાં રહેલા શરીરરૂપ જ માને છે એ તેની બહિરાત્મબુદ્ધિ છે. આવા અભિપ્રાયવાળી પાંચ ગાથા કહેશે.
જુઓ ! મૂઢ માપુ એ શબ્દ ઉપરથી એ ભાવ નીકળે છે કે પોતાના મિથ્યાત્વભાવથી . જીવ શરીરની અવસ્થાને પોતાની માને છે. દર્શનમોહ કર્મ તેને શરીરની અવસ્થા પોતાની મનાવે છે એમ નથી. હું શુદ્ધ વીતરાગ જ્ઞાનાનંદ એક સ્વભાવી આત્મા છું એવી દષ્ટિ અને અનુભવ નહિ કરતાં મિથ્યાષ્ટિ શરીરની કાળી-ધોળી અવસ્થાવાળો જ પોતાને માને છે કે હું રૂપાળો છું અથવા હું કાળો છું. વળી હું બીજાંથી રૂપાળો છું એમ કરીને પોતાની અધિકાઈ માને છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયમાં આત્મા જણાય છે પણ સમ્યગ્દર્શનાદિની પર્યાય તો નથી અને તેનાથી વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રની પર્યાય છે તે વડે અજ્ઞાની જીવ શરીરને જ આત્મા માને છે અથવા તો શરીરના હોવાપણાથી પોતાનું અસ્તિત્વ