________________
૩૫૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો રાગાદિ પરિણામ છે તે બધાં હેય છે તથા અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે તે ઉપાદેય છે. અખંડાનંદ પ્રભુ આત્માની અંતરદૃષ્ટિ કરી આ કર્મોને હેય જાણ ! કર્મ અને શરીરે, રાગાદિને ઉપાદેય માન્યા હતાં તેથી જ તારે સંસારમાં રખડવું પડ્યું છે હવે તેને હેય કરવા એ તારું કામ છે. એ તારો અધિકાર છે. કર્મના ઉદયમાં તારું લક્ષ જતું હતું તે લક્ષને હવે આત્મામાં લઈ આવ ! કર્મ તો જડ છે તે તને કાંઈ કરી શકતાં નથી પણ તે જ તેને ઉપાદેય માન્યા હતાં તેથી રખડવું પડ્યું. હવે આત્માને ઉપાદેય કર અને કર્મને હેય કર તો તારું રખડવું મટી જાય.
- આ કર્મ મને રખડાવે છે એવી પરાધીનતામાં તું કેમ રાજી થાય છે ! તું મોટા ક કર્મ મોટો? જડકર્મ તને મારે કે તું તારા ઊંધા ભાવથી મરે ત્યારે જડકર્મને નિમિત્ત કહેવાય ! કર્મ બંધાવામાં તારા ઊંધા ભાવનું નિમિત્ત હતું અને તેના ઉદયકાળે તે તેને નિમિત્ત બનાવીને કર્મને મોટપ આપી છે તેથી તે નવા-નવા બંધાય છે માટે હવે કર્મનું ઉપાદેયપણું છોડ અને આત્માને ઉપાદેય બનાવ ! તું જેને ઉપાદેય માનીને રખડ્યો તેણે તને રખડાવ્યો એમ કહેવામાં આવ્યું છે. હવે તું તારા અધિકારથી તેને હેય જાણ. કર્મને ઉપાદેય તે જ માન્યા હતા માટે તું જ તેને હેય કર તો થાય, અર્થાત્ આત્માને ઉપાદેય કર તો કર્મ હેય થઈ જશે.
ભગવાન આત્મા એકસ્વરૂપે અનંતગુણની રાશિ ધ્રુવરૂપે બિરાજમાન છે તેની અંતરમુખ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તેમાં સ્થિરતા તે સમ્યક્યારિત્ર છે. આ અભેદરત્નત્રય છે તે જ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. ખરેખર તો પોતાનું દ્રવ્ય ઉપાદેય છે પણ મિથ્યાત્વાદિ ભાવને હેય કરીને સમ્યકત્વાદિને પ્રગટ કરવા માટે ઉપાદેય કહ્યાં છે.
અહીં તો અગિયાર અંગ ને નવપૂર્વના ભણતરની પણ કાંઈ કિંમત નથી. ફૂટી બદામ જેટલી પણ એની કિંમત નથી. ચૈતન્ય આગળ વ્યવહાર શ્રદ્ધા, રાગની મંદતા કે પરલક્ષી જ્ઞાન આદિ કોઈની કાંઈ કિંમત નથી. અહીં તો અભેદરત્નત્રયની કિંમત છે. માટે આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા જ પ્રગટ કરવા લાયક છે. વ્યવહારરત્નત્રય પણ સાથે હોય પણ તે ઉપાદેય નથી.
આ તો પરમાત્મપ્રકાશ છે. આત્મા પોતે જ પરમાત્મા છે. કેમ કે આત્મવસ્તુના એક અંશમાં પણ ખોડ-ખાંપણ નથી. આવા પરમાત્મસ્વરૂપ આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતારૂપ અભેદરત્નત્રય પ્રગટ કરવા લાયક છે. એ જ મોક્ષનું ખરું કારણ છે.
જુઓ ! આ ગાથામાં શરૂઆતમાં અને અંતમાં બધે આત્મા જ આવ્યો છે. ઊંધાઈમાં પણ આત્મા છે અને સવળાઈમાં પણ આત્મા છે. કર્મ તો નિમિત્ત માત્ર છે માટે કર્મને વચ્ચે લઈશ નહિ. એક નાનો છોકરો પણ ગાળ દઈ જાય તે પોષાતું નથી તો કર્મ તને રખડાવે