________________
પ્રવચન-૫૫
| ૩૫૩
કારણ છે અને તેનાથી વિપરીત શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર જીવને ઊંધા માર્ગે લઈ જવાનું કારણ છે.
કોઈને એમ લાગે કે આજે કર્મનો વારો આવ્યો પણ કર્મનો વારો નથી આવ્યો. જીવે પોતે જ પોતાના અખંડ સ્વભાવને નહિ સ્વીકારતા વર્તમાન અલ્પજ્ઞપર્યાય, રાગ અને શરીરને જ હુંપણે સ્વીકાર્યા છે, તેને જ પોતાનું પૂરું સ્વરૂપ માન્યું છે. એ જ જીવનો મિથ્યાત્વભાવ છે. એ જ વ્રજ જેવા દૃઢ, ચીકણાં અને બળવાન ઉલટાં પરિણામથી જીવ સંસારમાં પટકાય છે.
અભેદરત્નત્રયથી વિપરીત ખોટા માર્ગની જે કિંમત કરાવે છે તે કર્મના ભાવ છે. અભેદ વસ્તુની કિંમત કરી નહિ અને રાગાદિની કિંમત કરી તેથી અભેદ વસ્તુ હાથ ન આવી અને રાગાદિરૂપ સંસારમાં જ પોતે પટકાયો, ત્યારે તેને કર્મે પટક્યો એમ કહેવાય છે.
અભેદરત્નત્રય એ જ સાચો મોક્ષમાર્ગ છે. ભેદરત્નત્રયની અહીં વાત જ લીધી નથી. આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મામાં સ્થિરતા કરતો નથી તેથી કર્મના નિમિત્તે પોતે નીચો પડી જાય છે. આત્માના શ્રદ્ધા-જ્ઞાનની ખરી કિંમત છે તે કિંમત નહિ કરતાં જેણે બહુ જોરપૂર્વક શાસ્ત્રજ્ઞાન, શુભરાગ અને નિમિત્તની કિંમત કરી છે એ કિંમત તેને અભેદરત્નત્રય પ્રગટ થવા દેતી નથી. અર્થાત્ મિથ્યાર્દષ્ટિથી બાંધેલા આકરા કર્મ જીવને અભેદ૨ત્નત્રયથી પાડી નાંખે છે. અહીં કર્મ અને ઊંધી માન્યતાને એક કરીને તેનું જોર બતાવ્યું છે.
ભગવાન આત્માની વસ્તુની કિંમત થવી જોઈએ, વસ્તુનું જ્ઞાન થવું જોઈએ અને વસ્તુમાં સ્થિરતા થવી જોઈએ. તેને બદલે પોતે જ બીજી વસ્તુની કિંમત કરી શાસ્ત્રના જ્ઞાનની કિંમત કરી, વાણીની કિંમત કરી, શરીર અને સંયોગની કિંમત કરી એટલે કે શરીર, વાણી આદિથી મારી મોટાઈ છે એમ માન્યું પણ હું મારા દ્રવ્યસ્વભાવથી મોટો છું એમ ન માન્યું એ જ જીવની ભૂલ છે. આ પોતાની ભૂલ જ એને નડી છે.
જીવે અજ્ઞાનદશામાં જોરદાર ઊંધા ભાવને સેવ્યો છે. જેવો પોતે વ્રજ જેવો દૃઢ, ઘન અને બળવાન છે તેનાથી ઊંધો પડ્યો એટલે ઊંધા ભાવ પણ એવા જોરદાર છે કે તેના નિમિત્તે બંધાતા કર્મો પણ એવા જોરદાર અને ચીકણાં હોય છે કે તે કર્મો જીવને ફરી સંસારમાં જોરથી પટકવામાં નિમિત્ત થાય છે. ખોટા કર્મો જીવને ખોટા માર્ગે લઈ જાય છે કેમ કે એ ખોટા ભાવથી જ બંધાયા હતા. જેને આત્માનું લક્ષ નથી તે ખોટા માર્ગે જ જાય છે. જીવ પોતે જ ખોટા માર્ગે જાય છે પણ તેમાં કર્મનું નિમિત્ત હોય છે. જીવ પોતે સ્વભાવનું લક્ષ કરે તો કર્મ કાંઈ પરાણે તેને ખોટા માર્ગે લઈ જઈ શકતાં નથી.
અહીં આ અભિપ્રાય છે કે સંસારના કારણ જે કર્મ અને તેના કારણ જે મિથ્યાત્વ