________________
૩૫૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
વળી તે કેવા છે? કે જેનો વિનાશ કરવો અશક્ય છે એવા ચીકણાં છે, ભારે છે અને વ્રજ સમાન અભેદ્ય છે. આવા બધાં વિશેષણોવાળા કર્મ બંધાવામાં મૂળ શરૂઆતનું કારણ તો પોતાના ઊંધા અભિપ્રાયનું જોર છે. કેમ કે એવા જીવભાવરૂપ નિમિત્ત વિના કર્મના ઉપાદાનમાં એવા રસની યોગ્યતા જ ન હોય. ઊંધા અભિપ્રાયના જોર વિના એવા આકરાં કર્મ બંધાયા જ નહિ. માટે આમાં ભલે કર્મની શક્તિ લખી હોય પણ તે મિથ્યાત્વભાવની શક્તિનું જોર બતાવે છે એમ સમજવું.
અહો ! જેના એક એક ગુણ અનંત અનંત મહિમાવંત છે. એક જ્ઞાનગુણમાં અનંતી કેવળજ્ઞાન પર્યાયની તાકાત પડી છે, એક દર્શનગુણમાં અનંતી દર્શન પર્યાયરૂપ, એક શ્રદ્ધાગુણમાં અનંત અવગાઢ સમકિતરૂપ, એક ચારિત્રગુણમાં યથાખ્યાતચારિત્રની સ્થિરતારૂપ અનંતી પર્યાય રહેલી છે. આવા અનંતગુણના પિંડ ભગવાન આત્માને ભૂલીને વર્તમાન પર્યાય જેવડો જ પોતાને માની લીધો છે. ભૂતાર્થ ભગવાનને ભૂલીને અભૂતાર્થ પર્યાય, રાગ અને નિમિત્તમાં જોર આપ્યું છે તેથી આ મિથ્યા અભિપ્રાયના મિથ્યાપણા, ચીકણાપણાના કારણે કર્મો પણ એવા ચીકણા અને જોરવાળા બંધાય છે. એ જ કર્યો તેને ફરી મિથ્યાત્વમાં નિમિત્ત થાય છે.
ભાવાર્થ : ઃ—આ આત્મા કેવો ચતુર છે ? કે એક સમયમાં લોકાલોકને પ્રકાશવાવાળા કેવળજ્ઞાનાદિ અનંત ગુણોથી ચતુર છે. એક પર્યાયમાં લોકાલોકને જાણી શકે એવો ચતુર છે, એક સમયમાં સામાન્યપણે સર્વને જાણી લે એવો ચતુર છે. એક સમયમાં અનંત આનંદ પામે એવો આનંદિત છે છતાં તેનાથી એટલી જ વિરુદ્ધ માન્યતાથી બંધાયેલા કર્મે આવા જીવને પણ સંસારમાં પાડી દીધો છે.
જ્ઞાનાનંદમય પ્રભુ એકલો શાંતરસનો કંદ છે પણ એના ઊંધા ભાવે બાંધેલા કર્મ એને ઊંધા ભાવમાં પટકી દે છે—જ્ઞાનાદિ ગુણોનું આચ્છાદન કરીને અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમોક્ષમાર્ગથી વિપરીત ખોટા માર્ગમાં નાંખી દે છે. અર્થાત્ મોક્ષમાર્ગથી ભુલાવીને ભવ-વનમાં ભટકાવે છે. જુઓ ! અહીં ભેદરત્નત્રયને મોક્ષમાર્ગ ન કહ્યો, એકલા અભેદરત્નત્રયને જ મોક્ષમાર્ગ કહ્યો છે અને અભેદરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ ઉપાદેય છે એમ કહ્યું છે. જો કર્મ જ જીવને સંસારમાં રખડાવતા હોય તો અભેદરત્નત્રયને ઉપાદેય કરવાનો પ્રસંગ પણ જીવના હાથમાં ન રહે. માટે કર્મનું જોર નથી પણ પોતાના ઊંધા અભિપ્રાયના જોરથી પોતે સંસારમાં પટકાયો છે અને પોતે જ જો અભેદરત્નત્રય વડે નિજ આત્માને ઉપાદેય કરે તો સાંસારિક સર્વ ભાવો હેય થઈ જાય છે—આ અવકાશ રાખીને બધી વાત કરી છે.
ભગવાન આત્મા અનંત ગુણનો અભેદ પિંડ એકલો વીતરાગ વિજ્ઞાનધન છે. તેમાં રાગના એક અંશનો કે અલ્પજ્ઞાનનો અવસર નથી. એ તો પૂરણ...પૂરણ...પૂરણ છે. એવા પૂરણની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે અભેદરત્નત્રય છે. આ રત્નત્રય જીવને મુક્તિનું