________________
૪૯૪ )
[ રાત્મપ્રકાશ પ્રવચનો તેની કિંમત પણ કદી કરી નથી. સોના-ચાંદીની અને હિરાની કિંમત તો ઘણીવાર કરી છે, કન્યા જોવા જાય ત્યાં કન્યાની કિંમત રૂપ અને ગુણ ઉપરથી આંકે છે પણ પોતાના ગુણ જોઈને પોતાની કિંમત તેં કદી કરી નથી. માટે ભગવાન કહે છે કે એકવાર તું તારી કિંમત કર ! પહેલાં નક્કી કર કે ભગવાન કહે છે એવું મારું સ્વરૂપ હોઈ શકે કે નહિ? ન હોઈ શકે તો કારણ લાવ. શું હું શરીર અને રાગસ્વરૂપ હોઉં! શરીર તો મારાથી જુદું છે, રાગ તો મારું સ્વરૂપ નથી તો હું શું છું! મારું અસ્તિત્વ શેમાં છે! તેનો વિચાર કર ! શુભાશભ વિકલ્પજાળ તો ખરૂપ છે અને ભગવાને કહે છે તું શુભાશુભથી ભિન્ન સ્વરૂપ છો માટે હું દુઃખથી રહિત આનંદસ્વરૂપ છું એમ નિર્ણય લાવ ! તો તને સુખ થશે.
ત્રણલોકમાં જે સુખ નથી તે સુખ તારી અંદર છે. ત્રણલોકના ઈન્દ્ર, ચક્રવર્તીના કહેવાતાં સુખમાં જે નથી એવું અતીન્દ્રિય સુખ તારી પાસે છે. માટે તેમાં નજર કર તો ત્રણલોકમાં ક્યાંય નથી એવું સુખ તને પ્રગટ થશે.
પોતાનો શુદ્ધાત્મા જ શિવ એટલે કલ્યાણ સ્વરૂપ છે. દર્શનમવત્નોનમનુમવનં–શુદ્ધાત્માના દર્શન અવલોકન અને અનુભવથી જે સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ જગતમાં બીજે કયાંય નથી. આ તો આત્માના પરમાત્મસ્વરૂપની વાત છે તેથી ઊંચી અને મોંઘી લાગે પણ વસ્તુનું સ્વરૂપ જ એવું ઊંચું છે તેથી તેની પ્રાપ્તિથી થતું સુખ પણ ઊંચું જ હોય. તેની પ્રાપ્તિ માટે શો ઉપાય કરવો તેનો વિચાર કર !
મોટા બી.એ.એલ.એલ.બી.ના પૂછડાં વળગાડેલાં હોય, દશ દશ હજારના પગાર હોય પણ આત્માના સ્વરૂપને જાણતા ન હોય તેની શું કિંમત! એ બધાં ભિખારી છે. પ્રભુ! એક ક્ષણ પણ તારી નજર તરામાં પડી જાય તો અનંત આનંદ આવે એવો તું સંતોષસ્વરૂપ પ્રભુ છો. સ્ત્રી, પુત્રાદિને તો અનંતવાર જોયા પણ એમાંથી સુખ કદી આવ્યું નથી અને આવતું પણ નથી. પોતાનો ભગવાન જ અનંત આનંદ આપે તેવો છે.
જે અજ્ઞાની છે–મૂરખ છે તે પૈસાવાળાને સુખી માને છે અને સુખી કહે છે તેને અહીં ભિખારી અને દુઃખી કહ્યાં છે. મુંબઈમાં કરોડપતિઓની પાસે કાંકરા વધારે છે તેની વ્યવસ્થામાં એ એટલાં વ્યસ્ત હોય કે સગો બાપ મળવા જાય પણ તેને મળવાની ફુરસદ ન હોય, તે જીવને આત્માને મળવાની તો ફુરસદ હોય જ ક્યાંથી ! તે માણસ પોતે દુ:ખી છે અને તેની મમતા કરનારા પિતા આદિ સ્વજન પણ દુઃખી છે.
“નિજભગવાન મારો અને હું તેનો” એવી દશા અને શ્રદ્ધા સુખરૂપ છે બાકી પરની મમતામાં ક્યાંય સુખ નથી. પરથી પોતાની મોટાઈ માનીને પહોળા થઈને ફરે છે એ તો મૂઢ મિથ્યાષ્ટિ છે તેને સનેપાતનો રોગ લાગુ પડ્યો છે. પરની મોટાઈમાં તેનાં મોઢાં ફાટી જાય છે અરે ! મમતાની લાળ બહુ લાંબી છે ભાઈ !