________________
પ્રવચન-૭૩ ]
[ 860 શ્રોતા અમારે સંસારીને કેટલીયે ચિંતા હોય.
પૂજ્ય ગુરુદેવશ્રી આત્મા સંસારી કેવો! આત્મામાં સંસાર નથી. સ્ત્રી, પુત્રાદિ પરિવાર કે શુભાશુભ આદિ વિકાર આત્મામાં નથી. આત્મા તો અત્યારે જ મુક્તસ્વરૂપ છે. એ રખડનારો નથી પણ મિથ્યાભ્રમને કારણે ભમી રહ્યો છે-ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મસ્વભાવમાં ભ્રમણા નથી પણ માન્યતામાં ભ્રમણા કરી રહ્યો છે તેના ફળમાં નરક અને નિગોદમાં જાય છે.
જે આત્માની ચિંતા એટલે એકાગ્રતા છોડીને પરની ચિંતામાં પડ્યો છે તે નીચે સાત નરક છે તેમાં અને નિગોદ જેવી હીન પર્યાયમાં ચાલ્યા જાય છે. જેણે તત્ત્વનો વિરોધ કર્યો, તત્ત્વનો અનાદર કર્યો, તત્ત્વની સેવા મૂકીને વિકલ્પમાં પરની મમતા બહુ કરી તે નિગોદમાં જાય છે. બટાટા-શકરકંદ આદિમાં નિગોદના જીવ જ પડેલાં છે. એક એક શરીરમાં અનંત અનંત જીવ દુઃખી થઈ રહ્યા છે. જે કોઈ જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે તે નરક નિગોદ ગતિને પાત્ર છે. માટે વિવેકી જીવોએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ત્યાગવા યોગ્ય છે. એક નિજ શુદ્ધાત્માનું ધ્યાન કરવા યોગ્ય છે. એ આ ગાથાનું તાત્પર્ય છે.
હવે ૧૧૬ ગાથામાં નિજશુદ્ધાત્માનું ધ્યાન કરવાથી જે સુખ થાય છે તેનું વર્ણન કરે છે. ત્રણ ગાથાસૂત્રમાં આ વર્ણન આવશે. આત્મા સ્વભાવથી જ “શિવ સ્વરૂપ એટલે આનંદસ્વરૂપ છે માટે તેનું ધ્યાન સુખદાયી છે.
હે પ્રભાકર ભટ્ટ ! નિજશુદ્ધાત્માનું ધ્યાન કરતાં નિજશુદ્ધાત્માના અવલોકનમાં જે અત્યંત સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ ત્રણલોકમાં પરમાત્મા સિવાય બીજે ક્યાંય નથી. આત્મિકસુખ પ્રાપ્ત કર્યું તેને ભલે વિકલ્પાદિ હો પણ અંતરમાં તેના પ્રત્યે પ્રેમ હોતો નથી. અરે જેના અવલોકનમાત્રથી સુખ થાય તેના અનુભવ અને તેમાં લીનતાથી જે સુખ થાય તેનું શું કહેવું!
આવા સુખસ્વભાવીનો પહેલાં નિર્ણય તો કરો ! નિર્ણય તો કરો ! ઊંધા નિર્ણયમાં જીવન ચાલ્યા જાય છે તેને હવે સમજીને સુધારો. બીજાને અવલોકવાથી અને તેના નિર્ણયથી તમને લાભ નહિ થાય પ્રભુ ! તમને તમારા અવલોકનમાત્રથી પણ સુખ થાય તેમ છે. અવલોકનથી અનંત સુખ થાય એવો ભગવાન આત્મા તું પોતે જ છો. પરમાં અને પુણ્ય-પાપમાં અવલોકન અને એકાગ્રતા કરતાં ઝેર અને દુખ છે અને નિજઆત્મભગવાનનું અવલોકન અને તેમાં એકાગ્રતા કરતાં અનંતસુખ છે. આ તો પરમાત્મપ્રકાશમાં તાજા લાડવા બનાવીને પીરસ્યા છે.
ભગવાન! તેં તારા અંતર સ્વરૂપની મહિમા સાંભળી જ નથી. ઓળખી નથી તેથી