________________
૪૮૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો આમ, આત્મામાં એકાગ્રતારૂપી સમાધિ જ આઠેય કર્મોને નાશ કરવામાં સમર્થ છે. સમાધિ સિવાય કર્મોના નાશનો બીજો કોઈ ઉપાય ભગવાને કહ્યો નથી.
પણ એને ધંધા આડે નવરાશ ક્યાં છે ! વીતરાગની વાતો સાંભળવાનો પણ સમય નથી તો સમજવાનો પ્રયત્ન તો કયાંથી થાય !
વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા કે જેણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જોયા છે તે ભગવાન કહે છે કે તે આત્મા ! તું પણ આનંદકંદ ભગવાન છો, તારે તને જોવો હોય અને તેમાં એકાગ્ર થવું હોય તો આ વિકલ્પોની જાળને જરા ખસેડી દે અને સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન દ્વારા તેમાં એકાગ્ર થા તો જરૂર કર્મોનો નાશ થશે અને તું સદાકાળ તારા જ્ઞાનાનંદને ભોગવી શકીશ. પ્રથમ તો આઠેય કર્મ અને વિકલ્પ આદિ મારા નથી હું તો દ્રવ્યકર્મ, ભાવકર્મથી રહિત પરમસ્વરૂપ છું એમ દૃષ્ટિમાં આવશે. પછી અંતર આત્મદશા દ્વારા આત્મતત્ત્વમાં એકાગ્ર થાય તો ક્ષણમાં આઠેય કર્મોનો નાશ કરે એવી આત્મામાં શક્તિ છે. પ્રથમ તો દૃષ્ટિમાં આઠેય કર્મ મારા નથી એમ શ્રદ્ધામાં કર્મ ભસ્મ થઈ જાય છે પછી સ્વરૂપમાં સ્થિર થતાં કર્મોનો સંબંધ નિમિત્તરૂપે હતો તે પણ છૂટી જાય છે. જન્મ-જન્મમાં લાગેલા પાપો. સમાધિના બળે અર્ધી ક્ષણમાં નષ્ટ થઈ જાય છે.
શુદ્ધાત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણીને અંતરમાં એકાગ્ર થવાની વારંવાર ભાવના કરવી જોઈએ.
ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ અને ધ્યાન એટલે સ્વભાવમાં એકાગ્રતાને ધર્મધ્યાન છે. પુણ્ય-પાપના વિકલ્પો છોડી, શરીરાદિનું લક્ષ છોડી સ્વરૂપમાં એકાગ્રતા કરવી તે જ કર્મના નાશનો ઉપાય છે. ઉપવાસ કરવા, કંદમૂળ ન ખાવું, ચોચ્ચાર કરવા એવું બધું હોય પણ તે કર્મના નાશનો ઉપાય નથી. ઉપવાસાદિ કરવા એ તો મંદ રાગ છે અને ધર્મધ્યાનમાં તો રાગના વિકલ્પરહિત, આત્માના શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક તેમાં સ્થિરતા હોય છે. પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે તેમાં એકાગ્ર થવું એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે.
હવે વિચાર કરો કે દુકાનમાં કર્યું ધ્યાન થતું હશે? એકલા પાપના પરિણામમાં એકાગ્રતારૂપ રૌદ્રધ્યાન થાય છે અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિના શુભરાગમાં આવે તોપણ હજુ ધર્મધ્યાન નથી. આ તો વીતરાગનો મારગ તલવારની ધાર જેવો છે.
આ ધાર તલવારની સોયલી, દોહયલી ચૌદમા જિનતણી ચરણસેવા..--અનંતકાળમાં એક સેકંડ પણ એણે વીતરાગનો માર્ગ સાંભળ્યો નથી. ખરેખર સાંભળે તો તો યથાર્થ રુચિ થઈ જાય અને રુચિ થતાં વીતરાગનો માર્ગ એના હાથમાં આવી જાય પણ એનતકાળમાં આ વાત એણે સાંભળી જ નથી. વસ્તુની સ્થિતિ સમજવાનો પ્રયત્ન એણે કદી કર્યો જ નથી.