________________
પ્રવચન-૧૬ )
[ ૩૫૯ અભૂતાર્થ છે. દ્રવ્ય-પર્યાય બને થઈને એક આત્મા છે એમ પ્રમાણજ્ઞાનમાં આવે છે પણ નિશ્ચયથી તો ત્રિકાળી દ્રવ્ય તે જ આત્મા છે.
ભગવાન આત્મા તો નિર્દોષ આનંદનું દળ છે. પુણ્ય-પાપના વિકલ્પથી એ રહિત છે માટે નિર્દોષ છે. નિત્ય નિર્દોષ છે માટે તેમાં જે એકાગ્ર થાય તેની પર્યાયમાં આનંદ જ ઝરે. જેવો અતીન્દ્રિય આનંદ અરિહંત અને સિદ્ધને પર્યાયમાં પ્રગટ છે તેવો જ અતીન્દ્રિય આનંદ દરેક જીવમાં રહેલો છે. અહીં આનંદગુણની પ્રધાનતાથી બધી વાત લીધી છે કેમ કે જગતને આનંદ અને સુખ જોઈએ છે. ખરેખર બીજું કાંઈ જોઈતું નથી. તેથી આચાર્યદવા કહે છે પ્રભુ! તું તો નિત્ય આનંદમય છો. તું કદી આનંદથી રહિત થયો જ નથી,
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના પરિણામ વડે આતો વીતરાગ નિત્યાનંદ એકસ્વભાવી શુદ્ધ જીવ જ આરાધવાયોગ્ય છે. આત્માની આરાધના કરવી તેનું નામ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. હવે આમાં લૌકિક સેવા કરવાનું તો ન રહ્યું પણ અરિહંતાદિની સેવા પણ ન આવી. કારણ કે શરીરની અવસ્થા જ જ્યાં જીવમાં નથી તો શરીરની અવસ્થા વડે સેવાની કે બીજી કોઈ ક્રિયા આત્મા કેવી રીતે કરે ! અરે, અરિહંતાદિની સેવા અર્થાત્ ત્રણ લોકના નાથ પ્રત્યેના વલણવાળો ભાવ એ પણ રાગભાવ છે માટે પરમાર્થે તેનું આરાધન-સેવન પણ કરવાયોગ્ય નથી. પરમાર્થે આરાધન કરવાયોગ્ય હોય તો એક સ્વભાવી નિત્યાનંદ નિજપ્રભુ જ છે માટે તેને દષ્ટિમાં લઈ તેમાં એકાગ્રતા કરવા લાયક છે.
....પણ ભગવાને દયા, દાન, વ્રત, તપાદિને ધર્મ કહ્યો છે ને ! ભાઈ ! ભગવાને તેને વ્યવહારધર્મ કહ્યો છે. વ્યવહારધર્મ એટલે ધર્મ નથી પણ પુણ્યભાવ છે એ પણ ભગવાને જ કહ્યું છે. એ પણ જેને નિત્યાનંદ નિજ પ્રભુ નિશ્ચયથી ઉપાદેય-આદરણીય થયો છે–અંતષ્ટિમાં જેને ભગવાન આત્મા નિશ્ચય પરિણામમાં આદરણીય થયો છે તેને બાકી રહેલાં શુભરાગને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. જેને નિશ્ચયધર્મ પ્રગટ થયો નથી તેના શુભરાગને તો વ્યવહાર પણ કહેવાતો નથી.
દેહની હલનચલનની ક્રિયાઓ, વાણીની અવસ્થાઓ વગેરે બધી અવસ્થાઓ શુદ્ધજીવથી તદ્દન જુદી ચીજ છે તોપણ જે પુરુષ વિષય-કષાયને આધીન થઈને શરીરના ભાવોને પોતાના માને છે તે પોતાની શુદ્ધાત્માનુભૂતિથી રહિત એવા મૂઢાત્મા છે. પાઠમાં શબ્દ છે–શુદ્ધનીવે યો યોનયતા એટલે કે જે જીવમાં નથી એવી શરીરની અવસ્થાને જીવમાં જોડે છે અને જે જીવની અવસ્થા છે તેને તોડે છે. ભગવાન આત્માને તો કાયમ નિત્યાનંદ અતીન્દ્રિય આનંદનો સંબંધ છે તેને મૂઢ આત્મા તોડે છે કે એ મારામાં કાંઈ નથી અને શરીરાદિની અવસ્થા જે ખરેખર આત્માથી ભિન્ન છે તેને આત્મામાં જોડે છે એટલે કે આ મારી અવસ્થા છે એમ માને છે.
વીતરાગ નિર્દોષસ્વરૂપ આત્મા તો જિનબિંબ છે તેને વશ થયેલાં પરિણામ તો શુદ્ધ