________________
૩૬૪)
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો બ્રહ્મણાદિ ભેદોને પોતાના માને છે–તેને જ સેવે છે, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું એમ માને છે તે મૂઢ છે. આત્મજ્ઞાનમાં જે ત્યાજ્ય છે–ોય છે તેને જ મૂઢ ઉપાદેય માને છે.
નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત એટલે કે આત્મામાં વૃદ્ધિ કેમ થાય એવી ભાવનાને બદલે શરીરની વૃદ્ધિની ભાવના કરનારો, જ્ઞાનાનંદ સ્વભાવથી અજાણ એવો અજ્ઞાની મૂઢાત્મા છે. પાપી જીવ જ આવી મૂઢતા કરે છે. પાપી એટલે સ્વભાવની દૃષ્ટિ વિનાનો અને આત્મજ્ઞાનની પરિણતિથી રહિત જીવ જ દેહની અવસ્થાને પોતાની માને છે અને તેનાથી પોતાને ઠીક માને છે. આ દેહ તો જડ છે એમ તે જાણતો નથી.
શ્રોતા આ દેહમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે જડ ને!
પૂજ્ય ગુરુદેવશ્રી: અરે! અત્યારે જ આ દેહ તો જડ છે, માટી છે. મનુષ્યગતિની અવસ્થા જીવમાં છે પણ એ પણ આત્માનું સ્વરૂપ નથી. આત્માથી ભિન્ન આ દેહ તો અત્યારે જડ જ છે. તે આત્માની પર્યાય પણ નથી. આત્માના દ્રવ્ય, ગુણ તો ભિન્ન છે જ પણ પર્યાય પણ શરીરથી ભિન્ન છે. હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું એવી ભાવના એટલે એકાગ્રતા નથી તેથી મૂઢ જીવ પરપર્યાયમાં આ હું છું એવી માન્યતા કરે છે અને વિકારમાં એકાગ્ર થાય છે.
આ ૮૧ ગાથા થઈ. હવે ૮૨મી ગાથામાં ફરી મૂઢના લક્ષણ કહે છે.
ચૈતન્યસ્વરૂપના ભાર વિનાનો અજ્ઞાની અજ્ઞાનપણે પરિણમતાં એમ માને છે કે હું યુવાન છું, હું બૂઢો છું, હું રૂપવાન અને હું શૂરવીર છું, હું પંડિત છું, હું સર્વશ્રેષ્ઠ છું, હું દિગંબર છું, હું બૌદ્ધમતનો આચાર્ય છું, હું શ્વેતાંબર શું ઈત્યાદિ શરીરના ભેદોને મૂઢ પોતાના માને છે. આ ભેદ જીવના નથી. એ તો બધી માટીની અવસ્થા છે. આત્મા યુવાન નથી છતાં મૂઢ કહે છે અને યુવાન છીએ, અમને કોઈ બોલાવશો નહિ એમ જડ રજકણના મિથ્યા અભિમાન કરે છે. અથવા હું બૂઢો છું મારાથી હવે કાંઈ થતું નથી એમ કરીને પણ જડમાં જ મમતા કરે છે.
હું શૂરવીર છું, મારામાં એટલું બળ છે કે એક હાથ મારું ત્યાં દિવાલ હલી જાય. નાનપણમાં એક માણસ જોયો હતો એવો લઠ્ઠ જેવો કે હાથ માર્યો ત્યાં લીમડાનું થડ હલી ગયું. તો એ કયાં આત્માનું બળ છે !
જ્ઞાનના ઉઘાડવાળો એમ માને છે કે હું પંડિત છું. પણ ઉઘાડ એ તો એક સમયની પર્યાય છે એવડો પોતાને માનવો એ તો મૂઢતા છે. ભાઈ ! તું તો એક સમયમાં કેવળજ્ઞાનનો કંદ છો. તારામાં અનંત પરમાત્માનું રૂપ છે, જેમ શરીર જીવનું નથી તેમ, પર-લક્ષી જ્ઞાનના ક્ષયોપશમની અવસ્થા પણ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. પરાવલંબી ક્ષયોપશમની પર્યાય બંધનું કારણ છે; અરે, જડ છે. કેમ કે જે જ્ઞાન આનંદ ન આપે તે જ્ઞાન કેવું! આત્માની