________________
આ દેહમાં આત્મભાવના ભવનું બીજ છે
(સળંગ પ્રવચન નં. પ૭) अहं वरः ब्राह्मणः वैश्यः अहं अहं क्षत्रियः अहं शेषः । पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते मूढः विशेषम् ॥८१॥ તપ: વૃદ્ધ: રૂપવાન શૂર: પતિઃ દ્વિવ્યા. क्षपणकः वन्दकः श्वेतपटः मूढः मन्यते सर्वम् ।।८२॥ जननी जननः अपि कान्ता गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यम् ।
मायाजालमपि आत्मीयं मूढः मन्यते सर्वम् ।।८३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૮૧મી ગાથા ચાલે છે. તેમાં યોગીન્દ્રદેવ મિથ્યાદૃષ્ટિના લક્ષણ કહે છે.
મિથ્યાષ્ટિ એમ માને છે કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વણિક છું અથવા શુદ્ર છું અને હું પુરુષ, સ્ત્રી અને નપુંસક છું. ખરેખર તો બ્રાહ્મણાદિ જુદી જુદી જાતિ અને લિંગ તો શરીરની અવસ્થા છે તેને આ મૂરખ પોતાની માને છે.
અહીં તો શરીરની અવસ્થાને પોતાની માને છે તે અજ્ઞાનીનો ભ્રમ છે અથવા એવા ભ્રમવાળો અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ છે એમ કહેવું છે. આમાંથી એવો અર્થ ન લેવો કે શરીર - તો જીવનું નથી માટે શરીરની ગમે તેવી અવસ્થા હોય તોપણ મોક્ષ થઈ શકે. શરીરે સ્ત્રી, નપુંસક અથવા શુદ્ર હોય તોપણ, શરીર તો જીવનું નથી માટે કેવળજ્ઞાન થઈ શકે, એમ સમજવું નહિ.
ભાવાર્થ –નિશ્ચયથી આ બ્રાહ્મણાદિ ભેદ કર્યજનિત છે, પરમાત્માના નથી. આત્મવસ્તુમાં બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કે સ્ત્રી, પુરુષ આદિ કોઈ ભેદો નથી માટે બધી રીતે આત્મજ્ઞાનીને તે ત્યાજ્યરૂપ છે, જુઓ ! બધી રીતે ત્યાજ્ય છે. પુરુષના દેહમાં કેવળજ્ઞાન થાય છે માટે તે કોઈ અપેક્ષાએ ઉપાદેય છે એમ નથી. જ્ઞાનીને આ સર્વ ભેદો સર્વ પ્રકારે ત્યાજ્ય છે. તોપણ જે નિશ્ચયનયથી રાધવા યોગ્ય સદા આનંદ સ્વભાવી વીતરાગી નિજ શુદ્ધાત્મામાં આ ભેદોને લગાવે છે અર્થાત્ પોતાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર માને છે, સ્ત્રી, પુરુષ, નપુંસક માને છે તે કર્મોનો બંધ કરે છે તે અજ્ઞાનથી પરિણત થયેલો નિજ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત મૂઢાત્મા છે, જ્ઞાનવાન નથી. - ભગવાન આત્માનો વીતરાગ સદાનંદ એક શુદ્ધ સ્વભાવ જ નિશ્ચયથી સેવવા લાયક છે, એ જ અનુભવવા યોગ્ય છે છતાં શરીરની અવસ્થામાં રહેલા સ્ત્રી, પુરુષાદિ લિંગ અને