________________
૩૬૨]
/ ઘરમાત્મwાશ પ્રવચનો
જોડે છો એ તો મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન છે. પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં શાંતિ શાંતિ હોવા જોઈએ તેના બદલે શ્રદ્ધા-જ્ઞાનમાં ખોટી માન્યતાના રંગ ચડી ગયા છે. હું વાણિયો અને આ બધાં પણ વાણિયા છે એ તારી દૃષ્ટિ મૂઢ છે.
- હું ક્ષત્રિય શું હો, મારી સામે પડતાં ધ્યાન રાખજો. એ ક્યાંથી લાવ્યો ભાઈ ! ભગવાને તો તને નિર્દોષ આનંદનો કંદ જોયો છે. તેને તું ન જો? ભગવાને જેવો જોયો એવો તું તને ન જો? ઉલટો અમે તો વાણિયાની જાતના અને અમે તો રજપૂત અને અમે તો ચંડાલ એટલે અમારે તો બધાંની સેવા જ કરવાની એમ શરીરના સંયોગ અનુસાર જુદી જુદી જાતની માન્યતા કરે છે ભાઈ ! એ કોઈ જાત-નાત આત્મામાં નથી.
અજ્ઞાની માને છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું અથવા હું નપુંસક છું ભાઈ! આ પુરુષ, સ્ત્રી કે નપુંસકનો શરીરનો આકાર દેખાય છે એ તો રોટલી, દાળ, ભાત, શાકનું બનેલું ઢીંગલું છે. એ શરીર તો તું નહિ પણ એવા ત્રણ પ્રકારના વેદ પણ તારામાં નથી. શરીરની સાથે તારે કોઈ સંબંધ નથી તેને તું ‘જોનયતિ' યોજે છો પણ યોજનામાં એમ નથી.
ત્રણકાળ ત્રણલોકમાં આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી..આત્મા જ્ઞાનાનંદનો કંદ છે. આત્મામાં પુરુષવેદ કે સ્ત્રીવેદ પણ નથી. તેને વિકારવાળો કહેવો કે યોજવો એ મિથ્યાપરિણામ છે. બે ભાગલાં જ છે એક તરફ જડ અને વિકારનો ભાગ અને એક તરફ પરમાત્માનો ભાગ છે. આ પરમાત્માનો ભાગ તારો છે તેને છોડીને પહેલા ભાગને પોતાનો માને છે તે ખોટું થાય છે ભાઈ !
નારકીના શરીર નપુંસક હોય છે. અહીં પણ કોઈના શરીરની આકૃતિ એવી હોય તેથી શું! આત્મામાં ક્યાં એ આકૃતિ છે ! આત્મા તો એ આકૃતિ અને તેના યોગ્ય વિકારથી પણ રહિત છે. છતાં પોતાને અથવા બીજાને નપુંસક માને તે મિથ્યાદષ્ટિ છે. જે નથી તેને પરાણે જોડે છે એ મૂઢતા છે. સ્ત્રીના અવયવોવાળી હું સ્ત્રી છું, આ પુરુષ છે એમ શરીરની જડ દશાને મૂર્ખ પોતાની દશા માને છે.
આ તો મિથ્યાત્વનાં ભિન્ન ભિન્ન લક્ષણોનું વર્ણન છે.
ભગવાન આત્મા તો કાયમી અતીન્દ્રિય આનંદનો પૂંજ છે. જ્ઞાનરસનો પિંડ છે. એવા આત્માની અનુભૂતિથી તેને માનવો તે ધર્મ છે અને તેનાથી વિપરીત અનુભૂતિ તે અધર્મ છે. આ અધર્મપરિણામથી જીવ ચારગતિમાં રખડી રહ્યો છે.