________________
પ્રવચન-૧૬ /
[ ૩૬૧ “આત્મદ્રવ્ય છું મારી નિર્મળ પરિણતિ થાય તે સવંર અને નિર્જરાતત્ત્વ છે અને પૂર્ણ નિર્મળતા થાય તે મોક્ષતત્ત્વ છે. જે મિથ્યાત્વભાવમાં સ્વને ભૂલી પરને પોતાનું મનાય છે તે મિથ્યાત્વભાવ જ આસ્રવ અને બંધતત્ત્વ છે. અને શરીરાદિ તે અજીવતત્ત્વ છે આમ આ નવતત્ત્વનું વર્ણન જેમાં છે તે સમયસાર શાસ્ત્ર છે.
“શુદ્ધાત્માનુભૂતિથી રહિત થયો થકો જીવ મૂઢાત્મા છે' એમ શબ્દ છે તો શું પહેલા શુદ્ધાત્માની અનુભૂતિ હતી અને તેને છોડીને અશુદ્ધ થયો છે એમ છે? ના, એમ નથી પણ ખરેખર આત્માની અનુભૂતિરૂપ જ તેની પર્યાય હોવી જોઈએ પણ તેને પ્રગટ ન કરતો અનાદિથી જીવ તેનાથી વ્યુત જ છે. અરે ! વીતરાગે કહેલાં તત્ત્વો તેણે જાણ્યા નથી. શ્રીમદ્જી કહે છે કે, હે પ્રભુઆપે કહેલાં તત્ત્વને મેં જાણ્યા નહિ, આપે કહેલાં દયા, શીલ ને સંયમને ઓળખ્યા નહિ...
સ્વશુદ્ધાત્મા-નિત્યાનંદ આત્માની અનુભૂતિ આઠ વર્ષની બાલિકા પણ કરી શકે છે. કેમ કે આત્મા કયાં બાળક છે ! આત્માને કાળની મર્યાદા જ નથી. આત્મા તો નિત્ય આનંદસ્વરૂપ છે. આત્માને કે તેના આનંદને કાળની મર્યાદા નથી. એવા પોતાના નિત્યાનંદ ભગવાન આત્માની અનુભૂતિથી પોતે જ ટ્યુત થયો છે. તેમાં કોઈનો વાંક નથી. “ભગવાને જોયું હોય ત્યાં સુધી આપણે ભ્રષ્ટ જ રહીએ ને !' એમ કહેનાર ભગવાનને ઓળખતો જ નથી. ભગવાનના કેવળજ્ઞાનનો સ્વીકાર આત્માની અનુભૂતિ વગર થાય જ નહિ. કેમ કે પોતાની મોક્ષપર્યાયના સ્વીકાર વિના ભગવાનની મોક્ષપર્યાયનો સ્વીકાર થાય જ નહિ અને પોતાની મોક્ષપર્યાયનો સ્વીકાર પોતાના દ્રવ્યના સ્વીકાર વિના થાય જ નહિ. આવી શુદ્ધાત્માની અનુભૂતિથી શ્રુત જીવ પોતે જ મૂઢાત્મા થાય છે તેનો કર્તા પોતે છે. કર્મનો વાંક નથી. કર્મ તો જડ છે પ્રભુ ! તારી જેવી જાત છે એવી ભાત પડવી જોઈએ પણ પડતી નથી માટે એ ભાતથી ભ્રષ્ટ થયેલો તું જ તારી મૂઢતાને ઊભી કરે છે.
આગળ હજુ મૂઢાત્માના લક્ષણ કહે છે.
મિથ્યાદષ્ટિ પોતાની ઊંધી માન્યતાને વશ એમ માને છે કે, હું સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છું, હું વણિક છું, હું ક્ષત્રીય છું અથવા હું હલકો શુદ્ર છું. પણ પ્રભુ ! આત્મા બ્રાહ્મણ કેવો ! બ્રાહ્મણ તો શરીર છે. તેની અધિકતાથી પોતાને બ્રાહ્મણ મનાવે છે. જે જાતમો જન્મ એ રૂપે પોતાને માને છે પણ તે બ્રાહ્મણ કે વાણિયાનો દીકરો નથી. ભગવાન આત્મા તો પરમાનંદ નિર્દોષ સ્વભાવથી ભરેલી વસ્તુ છે. છતાં યોગતિ એટલે જેવા રૂપે પોતે નથી એવા બ્રાહ્મણ આદિ જડની અવસ્થામાં પોતાને હઠપૂર્વક જોડવા માગે છે પણ એ નહિ બને.
જેમાં જે નથી એમાં પરાણે સંબંધ જોડે છે અને વસ્તુમાં જે છે તેનાથી સંબંધ તોડે છે આ કેવી મૂઢતા ! મારે તો ત્રિકાળ જ્ઞાન ને આનંદ સાથે સંબંધ છે એવી તને શ્રદ્ધા હોવી જોઈએ, એવું જ જ્ઞાન હોવું જોઈએ. તેના બદલે શરીર અને સંયોગ સાથે સંબંધ