________________
પ્રવચન-૧૭ )
[ ૩૬૫
પર્યાય તો આનંદ આપે એવી હોય. જે દુઃખ આપે એવી ક્ષયોપશમની પર્યાયને આત્માની કેમ કહેવી! ખરેખર એ જડ જ છે. તેમાં એકાકારભાવે પરિણમતો પરિણમતો નિગોદમાં ચાલ્યો જશે માટે એ આત્માની પર્યાય નથી. આત્માની પર્યાય તો એવી હોય કે જે નિર્મળતા અને આનંદ આપે.
અહીં તો શરીરની સાથે ચૈતન્યની પરલક્ષી અવસ્થાને પણ લઈ લીધી છે. અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી માટે જડ છે. જે આત્માને સ્પર્શીને જ્ઞાનનો સમ્યફ અનુભવ થાય તે આત્માની પર્યાય છે. મૂરખ મિથ્યાષ્ટિ તો બેચાર જવાબ દેતા આવડે કે થોકડાં મોઢે થઈ જાય ત્યાં મને તો બધું આવડે છે એમ માનવા લાગે છે.
હું દિગમ્બર છું એમ શરીરની દિગંબર અવસ્થાથી પોતાને દિગંબર માને તે મૂઢ છે. મુનિપણું લે ત્યારે શરીરની અવસ્થા દિગંબર જ હોય તેનો નિષેધ નથી પણ એ અવસ્થારૂપ આત્માને માનવો તે મૂઢતા છે. ભાવલિંગી મુનિ દિગંબર જ હોય. બીજી અવસ્થા ન હોઈ શકે.
હું બૌદ્ધમતનો આચાર્ય છું અથવા હું શ્વેતાંબર છું એમ શરીરના વેષથી પોતાને એવો જ માની લે તે મૂઢ છે. આનો અર્થ એવો નથી કે શ્વેતાંબર હો કે દિગંબર અવસ્થા હો, ગમે તેમાં મુનિપણું હોય, એમ નથી. એ વાત જ જુદી છે, અહીં એ વાત નથી. અહીં તો કહે છે કે દિગંબર દશા, શ્વેતાંબર દશા કે બૌદ્ધની દશા એ બધી જડની દશા છે, આત્માની દશા નથી.
જો કે વ્યવહારનયથી આ બધાં તરુણ, વૃદ્ધાદિના ભેદ આત્માના કહેવાય છે તો પણ, નિશ્ચયનયથી વીતરાગ સહજાનંદ એક સ્વભાવ જે પરમાત્મા તેનાથી ભિન્ન છે. પરમાત્મામાં આવા કોઈ ભેદ નથી. આ તરુણાદિ ભેદો અર્થાત્ વિભાવપર્યાય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલાં છે. જોયું? પંડિતપણું પણ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું છે. એ પણ આત્મા નથી, કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી વિભાવ પર્યાય છે. અનાદિનું અજ્ઞાન અને ક્ષયોપશમ ભાવ એ બધી વિભાવપર્યાય છે–આત્માની નિર્મળપર્યાય નથી માટે તે છોડવાલાયક છે. એટલે કે દષ્ટિમાંથી છોડવાલાયક છે તેને માર છે એમ માનવાયોગ્ય નથી. છતાં પણ જે તેને ઉપાદેય માને છે, મારા છે એમ માને છે તે મોટો મૂઢ છે.
ટીકામાં “વોનયતિ' શબ્દ છે તેનો અર્થ એ છે કે “જોડે છે.” અજ્ઞાની જીવ સાક્ષાત્ ઉપાયભૂત સ્વશુદ્ધાત્મતત્ત્વમાં આ શરીરાદિની અવસ્થાને જોડે છે, એ રીતે પોતાને માને છે બીજાને પણ એવા માને છે અને બીજા પાસે એ જ રીતે પોતાને ઓળખાવવા માગે છે કે આ સુંદર શરીરવાળો તે હું, હું ધનવાન, હું આબરૂવાળો એમ માને છે અને મનાવે છે તે મૂઢ છે.