________________
૩૬૬ ]
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તે અજ્ઞાની જીવ મોટાઈ, પ્રતિષ્ઠા, ધનનો લોભ વગેરે વિભાવ પરિણામોને આધીન થઈને પરમાત્માની ભાવનાથી રહિત થયેલો મૂઢાત્મા છે. શરીરની યુવાન અવસ્થાની, ક્ષયોપશમની, નગ્નદશાની અથવા શ્વેતપટાદિની અવસ્થાથી મોટાઈ લેવા માગે છે તે મૂઢ એજ્ઞાની છે. પોતાના આત્મસ્વભાવને અને આત્મજ્ઞાનને છોડી દઈને–પરમાત્મભાવનાથી રહિત થયેલો તે શરીરની અવસ્થાને જ પોતાની માનતો મૂઢાત્મા છે. જીવ તો અખંડ આનંદસ્વરૂપ છે અને તેને અવલંબીને થતાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જીવના ભાવ છે. પરલક્ષી ક્ષયોપશમભાવ કે ઉદયભાવ પણ આત્માને અવલંબનારા ભાવ નથી માટે તેનાથી આત્માને લાભ ન થાય. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન પણ આત્માને લાલરૂપ નથી છતાં તેનાથી પોતાને લાભ માને છે તે તેને પોતાના જ માને છે.
અહીં તો શરીર અને ક્ષયોપશમાદિની અવસ્થાને પોતાની માને છે તે મૂઢ છે એ વાત છે. દિગંબર શરીર થયું એટલે એ મુનિ થઈ ગયો એમ નથી.
આગળ ફરી મૂઢના લક્ષણો કહે છે–
આ મારી માતા છે. આ પિતા છે, આ સ્ત્રી, ઘર, પુત્ર, પુત્રી, મિત્ર વગેરે બધાં કુટુંબીજને તથા બહેન, ભાણેજ, નાના, મામા, ભાઈ, બંધુ અને રત્ન, માણેક, મોતી, સુવર્ણ, ચાંદી, ધન, ધાન્ય, હાથી, ઘોડા આદિ, ધાય, નોકર આદિ બધું જ કર્યજનિત છે.
આત્માને વળી મા હોય ! આત્માને જન્મ જ ન હોય તો જન્મદાતા જનક ક્યાંથી હોય ! આત્માને જ્યાં માતા-પિતા જ ન હોય તો અન્ય કુટુંબીજન તો આત્માને કયાંથી હોય ! છતાં પોતાના વીતરાગસ્વરૂપમાં આવા સંબંધોને લગાવે છે તે અસત્યને સત્ય માને છે. વેદાંત કહે છે કે બધું માયાજાળ છે પણ એમ નથી. વસ્તુ તરીકે તો સત્ય છે પણ આત્માની અપેક્ષાએ તે કોઈ આત્માના નહિ હોવા છતાં આત્માના માનવા તે અસત્ય છે. સ્વનું અને પરનું બંનેનું સ્વરૂપ તો સત્ છે પણ સ્વમાં પરનું કાંઈ નથી અને પરમાં સ્વનું કાંઈ નથી.
અજ્ઞાની કહે છે, આ મારી ઘરવાળી છે પણ તારે ઘર જ ક્યાં છે કે ઘરવાળી હોય ! આત્માને ધૂળના ઘર ન હોય. અનંતગુણનો પિંડ એ આત્માનું ઘર છે. તેની તો ખબર નથી અને આ ધૂળના ઘર મારા અને આ ઘરવાળી એવી છે કે ઘરને બહુ સુઘડસાફ રાખે છે. બીજા જુએ તોપણ ખુશ થઈ જાય એવું ઘર રાખે છે પણ એલા! મૂરખ છો ? પર અવસ્થાને મારી માનીને હોંશ કરે છો !
આ મારો દીકરો છે, વિલાયત જઈ આવ્યો છે, હજારો રૂપિયા કમાય છે....પણ કોના દીકરા? તારો આત્મા ભિન્ન અને તેનો આત્મા ભિન્ન છે, શરીર પણ ભિન્ન છે તો એ તારો કેમ કહેવાય ! તારે તેની સાથે કાંઈ લેવા-દેવા નથી, મફતનો મારો કરીને મેરે છો. પાગલ છો? બીજાની ચીજને પોતાની માનીને ચોર થયો છો.