________________
પ્રવચન-૬૭ )
( ૪૪૫
એક ચન્દ્ર અને એક સૂર્યની સાથે છાસઠ હજાર નવસો પંચોતેર ક્રોડાક્રોડી તારા (૬૬૯૭૫ ક્રોડાકોડી) હોય છે. તે તેનો એક પરિવાર કહેવાય છે. એક ચંદ્રની સાથે એક સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬૯૭૫ ક્રોડાકોડ તારા હોય છે તે એક પરિવાર થયો. એવા તો અસંખ્ય ચંદ્ર અને અસંખ્ય સૂર્ય હોય છે. અઢીદ્વીપની બહાર પણ ચન્દ્ર, સૂર્ય તો છે. કેવળજ્ઞાનમાં આ બધું જણાય છે. તેને કોઈ ગણવું પડતું નથી. જેમ છે તેમ સહજ જણાય છે. અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ અને અનંત ભાવ એક સમયમાં જણાય ત્યાં બાકી શું રહે ! એવો વસ્તુનો સ્વભાવ છે. તેમાં સંદેહ ન કર ! હાથમાં રાખેલો આંબળાની જેમ કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે. એક દ્રવ્યના એક જ્ઞાનગુણની એક સમયની પર્યાયનો આવો સ્વભાવ છે તે ગુણ અને એ દ્રવ્યનું શું કહેવું! અનંતને જાણે એવી એવી અનંત પર્યાયનો પુંજ અંદરમાં પડ્યો છે. અનંતને પણ અનંતથી ગુણો એટલી અનંતા-અનંત પર્યાયની યોગ્યતા અંદરમાં રહેલી છે. એ તારા સ્વભાવમાં એકાગ્ર થા! તેનું વેદન કર! તો કેવળજ્ઞાન થઈ જશે.
આ તો પરમાત્મપ્રકાશ ગ્રંથ છે ને !
જેમ રાત્રે જળમાં નજર કરીએ તો બધાં તારા તેમાં દેખાય છે, તારા સામે નજર કરવી પડતી નથી. તેમ જ્ઞાનની એક સમયની કેવળજ્ઞાન પર્યાયમાં લોકાલોક જણાય જાય છે. લોકાલોકની સામે નજર કરવી પડતી નથી. એવો તારી જ્ઞાનપર્યાયનો સ્વભાવ છે ભાઈ ! રાગ-દ્વેષ એ તારો સ્વભાવ નહિ, શરીર અને સંયોગો તારા નહિ. તું તો આવો જ્ઞાનસ્વભાવી છો.
શ્રોતા : આ ભવમાં એવું કેવળજ્ઞાન ક્યાં થઈ શકે તેમ છે?
પૂજ્ય ગુરુદેવશ્રી : આ ભવમાં થાય છે, થયેલું છે અને થશે કેવળજ્ઞાનને પ્રગટ કરનાર સ્વસંવેદનજ્ઞાન તો થઈ શકે છે ને ! શ્રદ્ધામાં તો કેવળજ્ઞાન આવે છે. ઈચ્છામાં કેવળજ્ઞાન છે અને મુખ્ય નિશ્ચયનયની અપેક્ષાએ તો કેવળજ્ઞાન વર્તે છે એમ પણ કહેવાય છે.
...પણ રાંકો થઈને બેઠો છે તેને આવું મોટું કેવળજ્ઞાન શ્રદ્ધામાં આવતું નથી તેથી આચાર્યને કહેવું પડ્યું કે શંકા ન કર, વસ્તુનો સ્વભાવ જ એવી જાતનો છે ભાઈ ! સ્વભાવ જ એવો છે, લૌકિક દૃષ્ટિવાળાને તો પૈસામાં વધેલાં જ મોટા લાગે છે પણ તે તો ધૂળમાં વધ્યા છે. એ વધવું એ વધવું નથી. શ્રીમદે કહ્યું ને! કે
/લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. એનો વિચાર નહિ અહોહો એક પળ તમને હવો.