________________
પ્રવચન-૨૩ )
[ ૧૨૫ વર્તે છે, જ્યારે ધર્મી જીવને પુણ્ય, પાપ, શરીરાદિ હેય વર્તે છે અને જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધાત્મા ઉપાદેય વર્તે છે.
આ ચૈતન્યરામની રમતવાળાને આત્માના શ્રદ્ધા-જ્ઞાનવાળાને આત્મા ઉપાદેય છે તેને પુણ્ય-પાપ, શરીર, કર્મ આદિ આદરણીય નથી પણ હેય છે અને આત્મારામની રમત મૂકીને પુણ્ય, પાપ, શરીર આદિ મારા માનનારને તે બધું ઉપાદેય વર્તે છે અને આખો ભગવાન આત્મા હેય વર્તે છે.
જેને શુદ્ધ ચૈતન્યઘન-જ્ઞાનાનંદમૂર્તિ તે જ હું એવા શ્રદ્ધા-જ્ઞાન વર્તે છે એવા જ્ઞાનીને આત્મા પોતે જ ઉપાદેયપણે વર્તે છે અને શુદ્ધ ચૈતન્યથી વિપરીત રાગાદિભાવ, કર્મ, શરીર-વાણી-મન આદિ બધું હેય વર્તે છે કેમ કે તે મારાથી ભિન્ન છે માટે તે હેય છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાનીને રાગથી માંડીને દેહાદિ બધું હેયપણે જ દેખાય છે અને એકમાત્ર શુદ્ધાત્મા જ ઉપાદેયપણે દેખાય છે. જ્યારે અજ્ઞાનીને તો પુણ્ય-પાપ, દેહાદિ જ હુંપણે દેખાય છે તેથી તેમાં આદર-બુદ્ધિ રહે છે. દેહ, મન, રાગાદિ જેટલો જ હું એમ માનતો હોવાથી અજ્ઞાની તેને જ ઉપાદેય માને છે. ઉપાદેય એટલે આ આટલી જ મારી ચીજ છે એમ દેખાય છે.
યોગીન્દ્રદેવે જંગલમાં બેઠાં-બેઠાં પણ કાંઈ ગાથાઓ લખી છે ! જેણે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની સાથે નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન વડે જોડાણ કર્યું છે તેને આત્મા જ ઉપાદેય વર્તે છે. તેને પુણ્ય-પાપની જેટલી ક્રિયા થાય તેને તે જાણે છે પણ ઉપાદેય માનતો નથી.
અજ્ઞાની આખા આનંદકંદ ચૈતન્યમૂર્તિને આડ મારીને પુણ્ય-પાપ, વિકાર, શરીર આદિની ક્રિયાની એક સમયની પર્યાય મારી છે એમ તેનો આદર કરે છે તેને આખા ભગવાન આત્માનો અનાદર વર્તે છે. સમજાય છે કાંઈ ! આ તો સમજાય તેવું છે. પ્રયોગ કરવામાં મહેનત પડે પણ વાત લક્ષમાં તો આવે છે ને!
આ દિવાળીના દિવસોમાં ખાવાની ઊંચી ચીજ પીરસાય છે, ભગવાન ! અરે, ભર્યા ભાણાં પીરસેલા છે તે ખાતો નથી અને જે તારી ચીજ નથી તેને ખાવા જાય છો? આ તને શોભતું નથી. અતીન્દ્રિય આનંદ અને જ્ઞાયકતાથી ભરેલાં ઊંચા ભાણાં મૂકીને જે તારા નથી એવા પુણ્ય-પાપ વિકાર અને શરીરને મારા માનીને ભાઈ ! તું હારી ગયો છો.
એકવાર જેણે ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદના ભાણા ભાળ્યાં-જેના દૃષ્ટિ અને જ્ઞાનમાં હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદમૂર્તિ છું એવો આદર આવ્યો તેને પુણ્ય-પાપભાવ ઝેર જેવા ભાસે છે. એવા જ્ઞાનીને હું પૈસાવાળો છું કે હું રાગવાળો છું એવું અભિમાન થતું નથી. - ભક્તિમાં આવે છે “કંચન અને કામિની...રામની રમતને તે જ લૂંટે.” આ આત્મા