________________
પ્રવચન-૨૫ ]
/ ૧૩૭
દેડકાં જેવા પશુ જેને એક શબ્દનું પણ જ્ઞાન નથી તેને અંદરમાં જ્યાં ‘હું તો આનંદમૂર્તિ આત્મા છું' એમ ખ્યાલમાં આવે છે ત્યાં પુણ્ય-પાપના વિકલ્પો તો સહજપણે હેય વર્તે છે. અને મોટા વૈભવવાળા રાજા-ચક્રવર્તી હો કે ૧૧ અંગ ને નવ પૂર્વના ભણેલા મુનિ હો પણ આત્માનું ભાન નથી તેના વૈભવ કે ભણતર શા કામના ? અગિયાર અંગના ભણતરથી અધિકપણું લાગે છે તેને આત્માનો પ્રેમ જ નથી. એક પણ પ૨પદાર્થનો પ્રેમ છે તેને ભગવાન આત્માનો પ્રેમ જ નથી.
પર તરફનું ભણતર, ડહાપણ, પરનો પ્રેમ એ બધો બહિરાત્મભાવ છે તેમાં ‘હું પણું' માનનાર પરમાત્માના વૈરી એવા શરીરાદિને જ મારા માને છે તેને સ્વભાવથી વિરુદ્ધ એવા શરીર, કર્મ અને રાગનો પ્રેમ છે તેથી ભગવાન આત્મા તેને હેય વર્તે છે, ઉપાદેય થતો નથી.
ભગવાન આત્મા શરીર, કર્મ અને વિકારથી ખાલી છે પણ પોતાના અનંતગુણથી ભર્યો છે. તેના એક એક ગુણની શક્તિ તો જુઓ ! જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર રહેલ છે તેમ આત્માની જ્ઞાનશક્તિમાં ત્રણકાળ અને ત્રણલોક એક નક્ષત્ર જેવડા છે. જ્ઞાનની શક્તિનો કોઈ પાર નથી.
પુણ્ય-પાપના રાગ જેવડો તો આત્મા નથી, બાર અંગ ને નવપૂર્વના જ્ઞાનની પર્યાય જેવડો પણ આત્મા નથી. આત્મા તો એવડો મોટો છે કે જેની જ્ઞાનની એક સમયની પર્યાયમાં ત્રણકાળ અને ત્રણલોક એક નક્ષત્ર જેવડા દેખાય છે. તેથી આત્માને રાગ જેવડો કે પર્યાય જેવડો માનવો તે મિથ્યાત્વ છે.
તારા સ્વભાવની અને પ્રગટ થતી પૂર્ણ પર્યાયની મહિમા ઉપશમ, ક્ષયોપશમ આદિ બધી પર્યાયને ક્યાંય ગોપવીને પ્રભુ તું છો. તું કાંઈ એ અધૂરી પર્યાયરૂપે રહેલો નથી. પ્રભુ! તારા માહાત્મ્ય શું કહેવું! તું કેવડો મોટો એની તને શું વાત કરવી ?
અચિંત્ય છે પ્રભુ ! ઉદય, તો પૂર્ણસ્વરૂપે બિરાજમાન જ્ઞાનસ્વભાવની મહત્તાનું
ભાઈ ! તારા સ્વભાવના માપ શા ! એક જ્ઞાનગુણનું માપ પણ આવતું નથી એવા તો તારામાં અનંતગુણ છે. એક જ્ઞાનસ્વભાવમાં અનંત સિદ્ધો કેવળી આદિ બધાં એક નક્ષત્ર જેવડાં જણાય છે. આવડો મોટો ચૈતન્યપ્રભુ તું પોતે અને તેનું માહાત્મ્ય નહિ અને પરની મહિમામાં તું જાય છો આ તને શું થયું છે પ્રભુ !
જ્યાં પાંચ શબ્દ બોલતાં આવડી જાય કે પાંચ-પચીશ શાસ્ત્રો ભણી જાય ત્યાં એને એમ થઈ જાય કે અહા ! હું તો બહુ મોટો થઈ ગયો. ભાઈ ! આ તારી દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. આખું લોકાલોક જે જ્ઞાનમાં એક નાના એવા નક્ષત્ર સમાન છે એ શાનની તને અધિકતા ભાસતી નથી, તેને તું હેયપણે જાણે છે અને તુચ્છ પરલક્ષી જ્ઞાનની તને અધિકતા લાગે