________________
૨૫૮ )
[ રમાત્મપ્રકાશ કવચનો હું તો ચિદાનંદ વીતરાગ સ્વરૂપ છું એવું અંતરમાં ભાન અને અનુભવ થયું છે તેને રાગ થાય કે પરના કાર્ય થાય તેના તે જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે, કર્તા થતાં નથી. આવા ધર્મી પુણ્ય–પાપરૂપે પરિણમતા નથી. તેનું કર્મબદ્ધનું જ્ઞાન સાચું છે. અહો ! જેને રાગની મીઠાશ નથી, નિમિત્તનો પ્રેમ ઉડી ગયો છે, એક માત્ર સ્વભાવના પ્રેમ આડે કોઈ પ્રેમ જેને રહ્યો નથી, “હું તો નિર્વિકલ્પ જ્ઞાનાનંદમૂર્તિ છું' એવા સ્વભાવના પ્રેમવાળાનું ક્રમબદ્ધનું જ્ઞાન યથાર્થ છે.
અહીં કાંઈ પોપાબાઈના રાજ નથી કે, ક્રમબદ્ધની વાત સાંભળી લેવાથી કે બોલી લેવાથી ક્રમબદ્ધનું જ્ઞાન થઈ જાય. પહેલાં બતાવ કે તારી દષ્ટિ ક્યાં છે? દષ્ટિ તો રાગ અને સંયોગ ઉપર પડી છે તો તે “ક્રમબદ્ધ' જાણ્યું જ નથી અને માને છે કે મને ક્રમબદ્ધનું જ્ઞાન છે તો તે મિથ્યાત્વને તીવ્ર દેઢ કર્યું છે.
અહા ! મારગ તે કાંઈ મારગ છે! અહો ! સર્વજ્ઞની કથન શૈલી સંતોની પદ્ધતિ અને માર્ગની શ્રેણીની ધારા કોઈ અલૌકિક છે. સાધારણ રુચિવાળાને તો ખ્યાલમાં પણ ન આવે કે આ માર્ગ કેવો છે? આ તો કાલે રસ્તામાં બહુ વિચાર આવ્યો કે, આ ક્રમબદ્ધમાં શું કહેવું છે ! “થવાનું હશે એમ થશે' એ શું માત્ર એટલું જ સમજવાનું છે! અરે ! તેને દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ સહિત, જે રાગ થાય છે તેનો જ્ઞાતા–દષ્ટા રહે છે તે કર્મબદ્ધને સમજ્યો છે. અંતરના પુરુષાર્થ અને ભાન વિના “થવાનું હશે તેમ થશે” એમ માનનારો કાંઈ સમજ્યો જ નથી. રાગને દોષરૂપ પણ માનતો નથી અને રાગ થવાનો હતો એ થયો એમ માનીને મિથ્યાત્વને પોષે છે.
અહીં કહે છે કે આ જીવ શુદ્ધ નિશ્ચયથી વીતરાગ ચિદાનંદ સ્વભાવ છે તોપણ વ્યવહારનયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના અભાવથી રાગાદિરૂપ પરિણમનથી ઉપાર્જન કરેલાં શુભ-અશુભ કર્મોના કારણને પામીને પુણ્યી તથા પાપી થાય છે. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન ન હોય ત્યારે જ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ થાય છે અને તેનાથી કર્મો બંધાય છે. વીતરાગ સ્વસંવેદનજ્ઞાન હોય તો તો તેનાથી પરમાત્મદશા થાય, રાગ ન થાય.
સ્વસંવેદનજ્ઞાન, શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળ પરિણતિ એ અંતરનો આદર છે. એનાથી રાગાદિ કે કર્મોનું બંધન થતું નથી. તેનાથી તો નિર્દોષ વીતરાગી દશા પ્રગટ થાય છે. પણ
જ્યાં વીતરાગ ચિદાનંદ સ્વભાવનો આદર નથી ત્યાં મિથ્યાત્વ સહિતના ભાવોનો આદર પડ્યો જ છે તેથી એવા જીવને મિથ્યાત્વ અને પુણ્ય–પાપ કર્મનું ઉપાર્જન થાય જ છે. સ્વભાવના આદરથી પરમાત્મદશા ઉપજે છે અને વિભાવના આદરથી કર્મબંધન ઉપજે છે.
હવે જેને પરમાત્મભાવ તો દષ્ટિમાં નથી, તેનો આદર નથી અને દૃષ્ટિ નિમિત્ત અને રાગ ઉપર પડી છે તેથી પૂર્વે બંધાયેલાં કર્મોનું નિમિત્ત પામીને એ જીવ પુણ્ય અને