________________
પ્રવચન-૪૨ ]
| ૨૫૭
જેની દૃષ્ટિમાં પરમાત્મસ્વરૂપ આવે છે તેને તો રાગનો અને વિકારનો પ્રેમ ઉડી જાય છે અને અતીન્દ્રિય આનંદ આવે છે. તેને પછી જે રાગ આવે છે તેનો કર્તા હર્તા તે થતો નથી. જ્ઞાતા-દૃષ્ટા રહે છે.
ક્રમબદ્ધની શ્રદ્ધા કઈ રીતે
'
થાય ? આત્માના આનંદનું ભાન થઈને જેને શ્રદ્ધા થઈ ગઈ કે, મારો અતીન્દ્રિય આનંદ મારી પાસે છે અને રાગ ઉઠે છે તે તો દુઃખરૂપ છે, મારું સ્વરૂપ નહિ એમ પોતાના આનંદ સાથે રાગના દુઃખને સરખાવે છે ત્યારે તેનો (રાગનો) અકર્તા થાય છે તેને ક્રમબદ્ધની સાચી શ્રદ્ધા થઈ કહેવાય.
ક્રમબદ્ધમાં નિયતવાદ માનનારા તો મિથ્યાર્દષ્ટિ જ છે કેમ કે એ તો એમ માને છે કે રાગ ક્રમે ક્રમે આવ્યા જ કરશે એ તો નિયતવાદ છે પણ આ રાગ તો મારા ક્રમમાં જ હતો માટે આવ્યો છે એમ માનીને રાગની મીઠાશને વેદે છે તે પણ મિથ્યાર્દષ્ટિ જ છે. જેને આત્માના ભાનથી અતીન્દ્રિય આનંદ આવ્યો છે તે આનંદ આગળ રાગને દુઃખરૂપ જાણીને તેનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે તે ખરેખર ક્રમબદ્ધને સમજ્યો છે. સંયોગો અને રાગ વખતે હું તો તેનાથી જુદો જાણનાર વીતરાગ આનંદસ્વરૂપ છું એવું જાણતાં જ્ઞાની રાગને પોતાનું કાર્ય માનતાં નથી પણ તેના જ્ઞાતા રહે છે.
ક્રમબદ્ધની શ્રદ્ધા એટલે આનંદની શ્રદ્ધા. હું જ્ઞાયક છું એવી દૃષ્ટિ થઈ તેને હું આનંદમય છું રાગમય નથી એવી શ્રદ્ધા થઈ છે તેને ક્રમબદ્ધની શ્રદ્ધા છે. ક્રમબદ્ધની શ્રદ્ધાવાળાની દૃષ્ટિ જ્ઞાયક ઉપર જ હોય. શાયકની દૃષ્ટિ એટલે હું આનંદમય છું એવું ભાન...મારો સ્વભાવ વીતરાગ ચિદાનંદસ્વરૂપ છે એવું જેને ભાન થાય તેને ક્રમબદ્ધ એવા રાગનું અને પરનું જ્ઞાન રહી જાય છે અને કર્તાપણું અને મીઠાશ છૂટી જાય છે.
આહાહા ! વીતરાગનો માર્ગ તો આવો છે. તેને જેમ છે એમ માને નહિ અથવા માનવા જતાં સ્વચ્છંદને સેવે છે તેણે તો મિથ્યાત્વને દૃઢ કર્યું છે. કેમ કે જ્યારે રાગને પોતાનો માનતો હતો ત્યારે તો રાગ થતાં દુ:ખ પણ લાગતું હતું અને હવે તો રાગ મારો છે જ નહિ એમ કહે છે અને મીઠાશ તો એમાં જ પડી છે, તેનું દુઃખ પણ થતું નથી. અજ્ઞાનભાવમાં તો રાગને ટાળવાની ચિંતા હતી એ પણ હવે (સ્વચ્છંદદશામાં) ન રહી.
ક્રમબદ્ધ એટલે દ્રવ્યમાં ક્રમે ક્રમે પર્યાય થાય છે અને હું તેનો જ્ઞાતા, ચિદાનંદ, આનંદધન વસ્તુ છું એમ વસ્તુનું ભાન થતાં ક્રમે થતી પર્યાયનો આત્મા કર્તા થતો નથી પણ જ્ઞાતાદ્રષ્ટા રહે છે; ત્યારે તેને ક્રમબદ્ધ યથાર્થ સમજાયું ગણાય. પણ વસ્તુસ્વભાવના ભાન વગર રાગ મારો નહિ...રાગ મારો નહિ એમ કરે અને અંદરમાં રાગની મીઠાસમાં ખેંચાતો જતો હોય તેને તો ઉલટું મિથ્યાત્વ પુષ્ટ થતું જાય છે. રાગને ‘મારો છે’ એમ માનતો હતો ત્યારે તો મિથ્યાત્વ હતું પણ આ તો વધુ પુષ્ટ થયું.