________________
૫૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો હું વિતરાગસ્વરૂપ છું એ ભૂલ્યો એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાનભાવે પરિણમ્યો, મિથ્યાશ્રદ્ધાપણે પરિણમ્યો કે હું તો રાગી–તેષી છું તેથી કર્મોનું બંધન થયું. હું તો અકષાય જ્ઞોનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું એવા સ્વીકારરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપે પરિણમવું જોઈએ તેને બદલે હું તો રાગ, દ્વેષ અને વિકારમય છું એવી ભાવનામાં પરિણમતો આત્મા શુભ, અશુભ કર્મોને બાંધે છે.
આજે તો ક્રમબદ્ધનો વિચાર બહુ ચાલ્યો. કેટલાંક એમ માને છે કે ક્રમબદ્ધ એટલે નિયતવાદ થઈ જાય છે અને કેટલાંક એમ માને છે કે, રાગ-દ્વેષ મારા ક્રમમાં હતાં માટે આવ્યા છે આમ માનનારા બંને મિથ્યાષ્ટિ છે. ક્રમબદ્ધને માનનારની દૃષ્ટિ તો સ્વભાવ ઉપર હોય છે. તે તો અકર્તા થઈ ગયો છે. હું તો આનંદમય છું એવી દષ્ટિ થયાં પછી જે રાગ આવે છે તેને જાણે છે તે ક્રમબદ્ધને સમજ્યો છે.
હું આનંદસ્વરૂપ છું, ક્રમે થતાં રાગ-દ્વેષ એ મારું સ્વરૂપ નહિ એ તો દુઃખરૂપ ભાવ છે તેનો કર્તા હું નહિ. આનંદસ્વરૂપની દૃષ્ટિપૂર્વક, રાગાદિભાવો થાય છે તે તો દુઃખરૂપ છે એમ એનો જાણનાર રહી જાય છે પણ કર્તા થતો નથી; તે જ્ઞાની છે. પણ જે અમારે તો ક્રમમાં આ રાગ થવાનો હતો...ક્રમમાં સ્ત્રી, ધનાદિ આવવાના હતા માટે આવ્યા છે એમ રાગની અને સંયોગની મીઠાશને વેદે છે તે તો ઉલટો મિથ્યાત્વને પુષ્ટ કરે છે, તે જ્ઞાની નથી.
હું તો અતીન્દ્રિય આનંદ સ્વભાવી છું એવા લક્ષે જેને આનંદ પ્રગટ થયો છે તેને એ આનંદની મીઠાશ આગળ રાગની મીઠાશ આવતી નથી–રાગ દુ:ખરૂપ લાગે છે. જે ક્રમે આવતાં રાગની મીઠાશને વેદે છે તેને ક્રમબદ્ધનું જ્ઞાન જ નથી.
“જ્ઞાતા-દ” એ ક્રમબદ્ધનો અર્થ છે. ક્રમબદ્ધને માનનારો અકર્તા થઈ ગયો છે. પુણ્ય–પાપરૂપે થવું એ મારું સ્વરૂપ નહિ, આનંદરૂપે થવું એ મારું સ્વરૂપ છે.
મારો આનંદ તો મારામાં છે. શુભ વિકલ્પ ઉઠે એ પણ દુઃખરૂપ છે. અશુભ તો દુઃખરૂપ છે પણ શુભરાગ પણ દુ:ખરૂપ છે અને સંયોગો તે દુઃખમાં નિમિત્ત છે. એવું જાણતાં જ્ઞાની પોતાના અતીન્દ્રિય આનંદને અનુભવે છે અને ક્રમે આવતાં રાગને ભિન્ન રહીને જાણે છે તેને જ ક્રમબદ્ધનું વાસ્તવિક જ્ઞાન છે.
આનંદસ્વરૂપની દૃષ્ટિ નથી અને આ રાગ તો મારે થવાનો હતો એ થયો છે, આ ક્ષ્મી આવવાની હતી એ આવી છે એમ કરે છે તે તો મિથ્યાત્વને પુષ્ટ કરે છે. પહેલાં તો રાગ આવતો ત્યારે એ પાપ છે, દુઃખરૂપ છે એમ પણ થતું અને હવે તો એ રાગ ક્રમમાં હતો તે આવ્યો છે એમ કરીને તેમાં દૃષ્ટિ લગાવી છે તેણે તો મિથ્યાત્વને તીવ્ર કર્યું છે. જેમ નિયતને માનનારો નિગોદમાં જનારો છે તેમ આ પણ નિગોદનો ગ્રાહક છે.