________________
પ્રવચન-૪૨ )
( ૫૯ પાપરૂપ થાય છે. ખરેખર આત્મા પરમાત્મારૂપે થવો જોઈએ તેને ઠેકાણે પૃથ્વી અને પાપી થાય છે તેને સ્વભાવનો અનાદર છે.
પુણ્ય–પાપના ભાવવાળા થવું એ અધર્મ છે. કેમ કે, કર્મનું નિમિત્ત પામીને તેનું જ લક્ષ છે તેથી પુણ્ય અને પાપભાવવાળો થાય છે. પોતાનો ચિદાનંદ સ્વભાવ તેનો આદર ભૂલીને એટલે કે, વીતરાગ સ્વસંવેદનને ભૂલીને રાગ-દ્વેષ-મોહભાવ કર્યા તેથી કર્મો ઉપજ્યા અને દૃષ્ટિ પણ રાગ ઉપર જ પડી છે તેથી એ કર્મોનું નિમિત્ત પામીને જીવ પૃથ્વી અને પાપી થાય છે. પરમાત્મા થવું જોઈએ તેને બદલે પુણ્યી અને પાપી થાય છે.
હવે કહે છે પુણ્ય-પાપરૂપે જીવ થયો છે એ પણ વ્યવહાર છે. એ વખતે જ ખરેખર આત્મા વસ્તુસ્વરૂપે શુદ્ધ છે. વસ્તુસ્વરૂપને ભૂલ્યો એ વ્યવહાર છે, તેનાથી કર્મ બંધાણા એ પણ વ્યવહાર છે અને તેના નિમિત્તે પર્યાયમાં જીવ પુણ્યી અને પાપી થયો છે એ પણ વ્યવહાર છે. વસ્તુસ્વરૂપ કર્મ અને પુણ્ય-પાપથી રહિત છે. આત્માની અનુભૂતિમાં તો વીતરાગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ તન્મય છે, રાગ અનુભૂતિથી તન્મય નથી.
વીતરાગસ્વભાવનું વીતરાગીદર્શન એવું સમ્યકત્વ તે અનુભૂતિથી તન્મય છે, વસ્તુસ્વરૂપનું સમ્યજ્ઞાન તે પોતાની અનુભૂતિથી તન્મય છે. સ્વરૂપનું ચારિત્ર તે અનુભૂતિથી તન્મય છે અને બાહ્ય પદાર્થોની ઇચ્છાને રોકવારૂપ તપ એ અનુભૂતિથી તન્મય છે અર્થાત્ તે-રૂપે છે. એવી આ ચાર પ્રકારની નિશ્ચય–આરાધના છે.
પોતાના આત્મદેવની અનુભૂતિમાં આ ચારેય આરાધના તન્મય છે–એકમેક છે. આવી અનુભૂતિ તે આત્માનું ખરું આરાધન છે, એ આત્માની સેવા છે. આવી વીતરાગ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ઈચ્છા-નિરોધરૂપ તપથી તન્મય અનુભૂતિના કાળે સાક્ષાત્ ઉપાદેયરૂપ વીતરાગ પરમાનંદ જે મોક્ષસુખ તેનાથી અભિન આનંદમયી એવો નિજ શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બાકી બધું હેય છે.
કહ્યું?–કે પરમ વીતરાગ નિર્દોષ આનંદસ્વરૂપ નિજ આત્મદેવની દૃષ્ટિ, જ્ઞાન અને લીનતારૂપ અનુભૂતિના કાળમાં જ આત્મા ઉપાદેય છે. મિથ્યાત્વભાવના કાળમાં તો આત્માનો અનાદર છે અને પુણ્ય-પાપને આદરણીય માન્યા છે. અજ્ઞાનીને મિથ્યાત્વભાવમાં પુણ્ય–પાપનું જ આરાધન છે.
અહો આ તો અલૌકિક માર્ગ ! જેને ઈન્દ્રો પણ અભુત આશ્ચર્યદૃષ્ટિથી સાંભળે છે, ગણધરો પણ ભાવથી સાંભળે છે કે જે પોતે ચાર જ્ઞાન અને બાર અંગના જાણનારા છે.
૬૦મી ગાથાનો સાર એ છે કે આત્મા પોતાના પરમાત્મસ્વરૂપની અનુભૂતિના અભાવમાં મિથ્યાત્વદશામાં કર્મો બાંધીને તેના નિમિત્તથી પૃથ્વી અને પાપી થાય છે. સ્વભાવને ભૂલી, મિથ્યાત્વ, રાગ, દ્વેષને સેવી કર્મો બાંધી તેના જ લક્ષે ફરી પુણ્ય-પાપભાવરૂપે પર્યાયમાં